તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:સાણંદની 26 સ્કૂલ, 25 ફ્લેટ, 22 બેંક, 21 હોસ્પિટલ, 7 પેટ્રોલપંપ ફાયર NOC વિના જ ધમધમી રહ્યા છે

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ 3-3 વખત નોટિસ પાઠવી હોવા છતાં કોઇ ગંભરતાથી લેતું નથી
  • રાજ્યમાં અગાઉ બનેલી આગની અસંખ્ય ઘટનામાં અનેક જિંદગી હોમાઈ પણ લોકો ક્યારે સમજશે

રાજ્યમાં અગાઉ અનેક વખત સ્કૂલો, હોસ્પિટલ, ટ્યુશન કલાક્સમાં આગ લાગવાની ઘટનાઓ ઈજા અને મૃત્યુ થયા છે. તેમ છતાં સાણંદમાં ફાયર એનઓસી વગર ચાલતા સરકારી અને પ્રાઇવેટ સ્કૂલો, હોસ્પિટલ, પેટ્રોલપંપ, બેંકો વગેરે મળી અંદાજે 161 એકમો ધમધમી રહ્યા છે. આ વર્ષે રાજ્યમાં કોરોનાની સારવાર કરતી હોસ્પિટલમાં પણ આગ લાગવાથી ઘણા દર્દીઓ જીવ ગુમાવી ચુક્યા છે.

હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં પાલિકા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે સાણંદ શહેરમાં આવેલી 12 સરકારી સ્કુલો, 14 પ્રાઇવેટ સ્કુલો, 20 પ્રાઈવેટ હોસ્પિટલ, 1 સામુહિક આરોગ્ય કેન્દ્ર, 25 ફ્લેટો, 9 હોટલ મોલ, 4 પાર્ટી પ્લોટ, 34 ઇન્ડસ્ટ્રીઝ કંપની, 22 બેંકો, 13 મંદિર હોસ્ટેલ, 7 પેટ્રોલપંપ મળી કુલ 161 જેટલા એકમો પાસે ફાયર એનઓસી નથી.

સરકારે હાઈકોર્ટમાં કરેલા સોગંદનામાં રજૂઆત કરી હતી કે કોવીડ હોસ્પિટલમાં મરામતની જરૂર હોય તેવી હોસ્પિટલોએ તાકીદે મરામત કરાવવી પડશે. જો તેમ નહીં હોય તી ફાયર એનઓસી મળશે નહિ તેમજ બહાર નીકળવાના રસ્તાઓ વધુ નહી હોય તેઓને પણ એનઓસી મળશે નહી. વળી સાણંદ નગરપાલિકા સંચાલિક શેઠ.સી.કે હાઈસ્કૂલ સહીત 12 સરકારી સ્કૂલો, સાણંદની સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે પાસે જ ફાયર એનઓસી જ નથી ખુદ સરકારી તંત્ર જ કાયદાનું ઉલ્લઘન કરી રહ્યા છે.

તાજેતરમાં સાણંદ ફાયર વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી સાણંદની 11 કોવિડ હોસ્પિટલ જેઓની પાસે ફાયર સેફ્ટી ન ધરાવતી હોવાથી તેઓએને નોટીસ ફટકારી હતી. ઉપરોક્ત એકમોને પાલિકા દ્વારા ત્રણ ત્રણ વખત નોટીસ અપાઈ છે પરંતુ ફાયર સેફટી એ અતિ સંવેદનશીલ જરૂરિયાત હોવા છતાં આ એકમો આને ગંભીરતાથી લેતા નથી ત્યારે આગામી સમયમાં આવા એકમોને ઔડા દ્વારા સીલ સુધીની કાર્યવાહી થઇ શકે છે.

હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં સાણંદ પાલિકાએ એનઓસી અંગેની માહિતી આપી

​​​​​​​ફાયર એનઓસી વિના ચાલતી હોસ્પિટલની યાદી
શ્રીજી હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, આગમન વુમેન હોસ્પિટલ, આશીર્વાદ કલીનીક, બાળકોના દવાખાના, ગુરુકૃપા હોસ્પિટલ, જનમ હોસ્પિટલ, જનની હોસ્પિટલ, સુવિધા હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, નયન હોસ્પિટલ, જે.કે હોસ્પિટલ, વૃંદાવન હોસ્પિટલ, ચૌહાણ હોસ્પિટલ, સાણંદ હોસ્પિટલ, જનતા હોસ્પિટલ નવજીવન ડોક્ટર હાઉસ પાસે એનઓસી નથી. જેથી તંત્રે તેમને એનઓજી માટે નોટિસ પાઠવી છે.

સરકારી અને ખાનગી શાળા પાસે એનઓસી નથી
સરકાર સંચાલિત શેઠ.સી.કે હાઇસ્કુલ, કન્યા શાળા 1 અને 2,તાલુકા શાળા 1 અને 2, કુમાર શાળા 4, અલગ અલગ 4 પ્રાથમિક સ્કુલ,ડી.જી પ્રાઈમેરી સ્કુલ, રામેશ્વર પ્રાથમિક શાળા જ્યારે ખાનગી નીલકંઠ ઈન્ટરનેટનેશલ સ્કુલ, ત્રિવેણી સ્કુલ, સંસ્કાર સ્કુલ, કે.બી પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, શ્રી એમ.એમ શારદા વિદ્યા મંદિર, વાઘેલા જયવંતસિંહજી સ્કુલ, વિકાસ સ્કુલ, સુરજ મોતી સ્કુલ, ઇન્ડીયન પબ્લિક સ્કુલ, ન્યુએરા સ્કુલ, એપલ ગ્લોબલ સ્કૂલ છે.

અન્ય સમાચારો પણ છે...