સાણંદ વિસ્તારમાં વાહનોમાં દારૂનું હેરાફેરી અને વેચાણ થતું હોવાનું અગાઉ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે જિલ્લાની એસઓજી,એલસીબી ટીમ સાણંદમાં એક્ટિવ થઈ છે. તાજેતરમાં એસઓજીએ કાણેટી ગામેથી જુગાર ધામ ઝડપી લીધુ હતું અને એલસીબી શહેરમાંથી દારૂ પકડ્યો હતો ત્યારે વધુ એક વખત ગ્રામ્ય એસઓજી ટીમે સાણંદના લેખંબા રોડ ઉપરથી 2 ગાડીમાંથી દારૂની 240 નંગ બોટલો પકડી કુલ રૂ. 8.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જીલ્લામાં સખત પેટ્રોલીંગ રાખી કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે એસ.ઓ.જી. શાખાના ઈ.પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.સવસેટા અને ટીમ સાણંદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે હે.કો. ગોપાલસિંહ અને પો.કો. મહિપાલસિંહની સંયુક્ત બાતમી આધારે સોયલા ગામે રહેતો અજય વશરામભાઇ ઠાકોરએે મોડી રાતે પોતે વિદેશીદારૂનો જથ્થો પોતાની સફેદ કલરની નંબર વિનાની સ્વિફ્ટ ગાડી લઇ લેવા જનાર છે અને ફાંગડી ગામ જવાના રોડ ઉપર થઇને સોયલા ગામે પરત આવનાર છે.
જેથી એસઓજી ટીમે લેખંબા ગામની સીમ ફાંગડી ગામ જવાના રોડ ઉપર રાઠોડ ફાર્મ નજીક વોચ ગોઠવી હતી રોડ ઉપર આડસ કરી બંને ગાડીઓને ઉભી રખાવતા બંને ગાડીઓના ડ્રાઇવરો ગાડીઓ મુકી નાસી ગયેલ અને પોલીસે તપાસ કરતા 1 ગાડીમાં કિશોર તથા બંને ગાડીઓમાં દારૂની કુલ 240 નંગ બોટલો જેની કિં.રૂ.72000તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.891200સાથે કિશોર તથા ફરાર થયેલ ઇસમો વિરૂધ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.