તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સનાથલ, જાંબુથળ, શિયાવાડા ખોરજમાંથી 22 જુગારી ઝબ્બે

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં ચાલતા જુગારના રંગમાં ભંગ પાડી પોલીસે ૩૦ હજારની મત્તા કબજે કરી, જુગારીઓમાં ફફડાટ

સાણંદના સાણંદના સનાથલ, જાંબુથળ,શિયાવાડા અને ખોરજ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા 22 શખ્સોની અલગ અલગ 4 દરોડામાં ઝડપી લઇ રોકડ કુલ રૂ.30180નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારા મુજબ તમામ સામે કાર્યવાહ હાથ ધરવામાં આવી છે. જેને લઈને જુગારીઓમાં ફફડાટ લેવાયો છે. ચાંગોદર પોલીસે બુધવારે રાત્રે સનાથલ ગામે ખુલ્લી જગ્યામાં પીન-પત્તીનો જુગાર રમી રહેલા હર્ષદ વસંત સોલંકી, શની બાબુ વાણીયા, અનિત રમેશ સોલંકી, રોહિત ભૂપત ઠાકોર, રાકેશસિંહ રમેશસિંહ ચૌહાણને રોકડ રૂ.6380ના મુદ્દામાલ સાથે ચાંગોદર પોલીસે ઝડપી લઇ ગુનો દાખલ કર્યો છે.

સાથે સાણંદ પોલીસે બુધવારે રાત્રે સાણંદના જાંબુથળ ગામેથી જુગાર રમી રહેલા હસમુખ ભાવુ કો.પટેલ(રહે.જાંબુથળ), હિમંત મનુ કો.પટેલ(રહે.જાંબુથળ), જ્યા મનુ મકવાણા(કો.પટેલ રહે.જાંબુથળ), યોગેશ કરશન કો.પટેલ(રહે.માણકોલ), શ્રવણ રૂપસંગ કો.પટેલ(જાંબુથળ), મુકેશ ગોવિંદ ચૌહાણ(હઠીપુરા), ગણપત ગોપાલ ચૌહણ (હઠીપુરા), પીયુષ રાયમલ રાઠોડ(માણકોલ), અરવિંદ બળદેવ કો.પટેલ(જાંબુથળ), રોહિત ભાઈલાલ કો.પટેલ(જાંબુથળ),કનુ ભાવુ કો.પટેલ(જાંબુથળ)ને રોકડ રૂ.15510 સાથે સાણંદ પોલીસે ઝડપી લઈ તમામના વિરૂદ્ધ ગુનો નોંધયો છે.

સાણંદ જીઆઇડીસી પોલીસે ગુરુવારે સાંજે ૫ કલાકે સાણંદના શિયાવાડા ગામે પ્રાથમિક શાળા તફના રસ્તા ઉપર જુગાર રમતા ઘનશ્યામ ખુશાલ કો.પટેલ, ભરત મોહન સેનવા, અમરત હીરા કો.પટેલ(તમામ રહે.શિયાવાડા)ને રોડક રૂ.4220 સાથે ઝડપી લઈ પોલીસે ગુનો નોંધયો છે. તેમજ જીઆઇડીસી પોલીસે સાંજે સાણંદના ખોરજ ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા અશોક ઉર્ફે હસા શકરા, મુકેશ અરજણ, પ્રહલાદ અરજણને ઝડપી લઇ રોકડ રૂ.4070 પોલીસે જપ્ત કરી ઝડપાયેલા તમામના વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...