ધરપકડ:સાણંદના લોદરિયાળ ગામેથી 21 શખ્સ જુગાર રમતા ઝબ્બે

સાણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય એલસીબીએ ઘટનાસ્થળેથી 16 મોબાઇલ, કાર સહિત 5.43 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સાણંદ તાલુકાના લોદરિયાળ ગામની સીમમાં આવેલા ખેતરમાં દરોડા પાડી 21 જુગારીને ઝડપી લીધા હતા. પોલીસે તેઓ પાસેથી કુલ રૂ. 5.43 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે સોમવારે મોડી રાતે બાતમીના આધારે સાણંદના લોદરીયાળ ગામે બંધના પાળે આવેલ સીમમાં આવેલ ખેતરમાં રેડ કરીને જુગાર રમતા કમલેશભાઈ રમણભાઈ કો.પટેલ (લોદરીયાળ), પ્રહલાદભાઈ વીરજીભાઈ કો.પટેલ (સાંકોડ), શ્રવણભાઈ નવઘણભાઈ કો.પટેલ (સાંકોડ), પરશુરામભાઈ શાંતુભાઈ કો.પટેલ (લોદરીયાળ), ચંદુભા બુધાભાઈ કો.પટેલ (સાંકોડ), રવિભાઈ મનસુખભાઈ કો.પટેલ (લોદરીયાળ), બલદેવપુરી શિવપુરી ગોસ્વામી (સાંકોડ), કાળુભાઈ સોંડાભાઈ કો.પટેલ (સાંકોડ), પ્રતાપભાઈ બાલાભાઈ કો.પટેલ (સાંકોડ), અરવિંદભાઈ ભઇલાલભાઈ કો.પટેલ (સાંકોડ), પીયુષભાઈ રાજુભાઈ ગોહિલ (લોદરીયાળ), જકસીભાઈ ત્રિકમભાઈ કો.પટેલ (લોદરીયાળ), ભરતભાઈ અરજણભાઈ કો.પટેલ (સાંકોડ), બાબુભાઈ ફૂલાભાઈ કો.પટેલ (સાંકોડ), રામચંદ્ર વિક્રમભાઈ કો.પટેલ (લોદરીયાળ), તળશીભાઈ સાગરભાઈ મકવાણા (મટોડા), કનુભાઈ બાલાભાઈ કો.પટેલ (સાંકોડ), કાળુભાઈ રમણભાઈ કો.પટેલ, સંજયભાઈ પરમાર, અનીલભાઈ રમેશભાઈ કો.પટેલ, હનુભાઈ ખોડાભાઈ કો.પટેલ (સાંકોડ)ને રોકડ 1,53,700, 16 મોબાઈલ તેમજ 1 કાર, બાઈક મળી 5,43,700ન મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...