તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાણંદ તેમજ ચા.વાસણા, મોરૈયાથી 21 જુગારી ઝડપાયા, રૂ.1.99 લાખનો મુદ્દામાલ જપ્ત

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં જુગારના અડ્ડા ધમધમતા પોલીસ દોડતી થઇ, દરોડાની કાર્યવાહી તેજ

સાણંદ ઋષિકોલોની તેમજ તાલુકાના ચા.વાસણા, મોરૈયા ગામે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી સાણંદ અને ચાંગોદર તેમજ અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસને મળતા ઘટના સ્થળે રેડ પાડતા કુલ 199730ના મુદ્દામાલ સાથે 21 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ જુગાર રમતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

સાણંદ પોલીસે સોમવારે સાંજે બાતમીના આધારે સાણંદ શહેરમાં નળ સરોવર ચોકડી પાસે ઋષિ કોલોનીમાં આવેલ રામદેવજી મંદિરની પાછળ આવેલ જાહેર ખુલ્લી જગ્યામાં રેડ કરતા ભરતભાઈ ઉર્ફે મુન્નાભાઈ શીવાભાઈ ચૌહાણ, મહેશભાઈ કાંતિભાઈ ચુનારા, અશોકભાઈ કમાભાઈ ચૌહાણ, રતિલાલ કાંતિભાઈ વાઘેલા, રાહુલભાઈ ભાઈલાલભાઈ વાઘેલા, વિજયભાઈ અશોકભાઈ વાઘેલા, કિશોરભાઈ લાલાભાઈ ચૌહાણ, બળદેવભાઈ ભીખાભાઈ વાણિયા (તમામ રહે.સાણંદ)ની રેડ દરમ્યાન રોકડ રૂ.10550 સાથે અટકાયત કરી સાણંદ પોલીસે તમામ વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ ચાંગોદર પોલીસે મંગળવારે બપોરે 1 કલાકે સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામમાં વણકરવાસમાં બુટ ભવાની માતાના મંદિરના ખુલ્લા આંગણામાં રેડ પાડતા બકુલભાઈ મોહનભાઈ સોલંકી (રહે.સાણંદ), નટવરભાઈ અરજણભાઈ, હેમંતભાઈ પુંજાભાઈ, વિપુલભાઈ વિનોદભાઈ, હર્ષદભાઈ લાખાભાઈ, લલિતભાઈ મફાભાઈ, ગીરીશકુમાર મહેન્દ્રભાઈ (તમામ ચૌહાણ રહે.ચાચરાવાડી વાસણા) નાઓની રેડ દરમ્યાન રોકડ રૂ. 11150 સાથે અટકાયત કરી તમામ વિરૂદ્ધમાં ચાંગોદર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી શાખાને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરૈયા થી મટોડા જવાના નેળિયું, પરવાળા કેનાલ ઉપર કૌષિકભાઈ છનાજી ઠાકોર પોતાના બોર વાળા ખેતરે ઓરડીના આગળના ભાગે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રમાડે છે. જેથી બાતમી આધારે રેડ કરતા કૌષિકભાઈ છનાજી ઠાકોર, કૌષિકભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, અનીલકુમાર પારેખ, ગૌતમભાઈ કોળી પટેલ (તમામ રહે.મોરૈયા) નાઓની રેડ દરમ્યાન રોકડ રૂ.16030, મોબાઈલ 4 જેની કીંમત 72 હજાર તમેજ બાઈક 2 જેની કિંમત 90 હજાર મળી કુલ રૂ.૧1.78.030ના મુદ્દામાલ સાથે અટકાયત કરી ચાંગોદર પોલીસમાં તમામ વિરૂદ્ધમાં જુગાર ધારા કલમ અંતર્ગત ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. આમ સાણંદ અને તાલુકાના જુદા જુદા 3 જુગાર રમતા સ્થળોએ પોલીસે રેડો પાડતા જુગાર રમતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે કડક હાથે કાર્યવાહી કરતાં જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...