તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચાચરાવાડી-વાસણા નજીકથી કંપનીમાં ચોરી કરનારા 2 ઝબ્બે

સાણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2.67 લાખના પાવડર ભરેલા પીપની ચોરી કરી હતી, ચાંગોદર પોલીસે એક આરોપીને પકડ્યા બાદ બીજાનું નામ ખૂલતાં તેની પણ અટક કરી

ચાચરાવાડી વાસણા ગામની સીમ ખાતે આવેલી સીડેક મેડીકોર્પ પ્રા.લી કંપનીમાં રાત્રીના સમયે અજાણ્યા ઈસમે અંદર પ્રવેશી કંપનીમાંથી લુલીકોનાઝોલ (પાવડર) ભરેલા 10 કિલોનુ એક ડ્રમ કિ.રૂ 2,67.860ના મટીરીયલની ચોરી કરી લઈ જતા ચાંગોદર પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો.

ચાંગોદર પીઆઈ વી ડી મંડોરાના માર્ગદર્શનથી એ.એસ.આઈ લક્ષ્મણભાઈ જકશીભાઈ ભરવાડની મહેનત તથા હે.કો જીતેંદ્રસિંહ કનુભાઈ, પો.કો સંજયસિંહ ગંભીરસિંહ, પો.કો નરેંદ્રસિંહ તખાભાઈ, પો.કો ભરતભાઈ ભોપાભાઈની ચોકકસ બાતમીના આધારે મટોડા ગામના પાટીયા નજીક પોલીસ સ્ટાફના માણસો તપાસમાં હતા. તે દરમ્યાન બાતમી વાળુ એક શંકાસ્પદ સફેદ કલરનુ એક્ટિવા સાથે એક ઈસમ બાવળા તરફથી આવતા તેને ચોરીમાં ગયેલો લુલીકોનાઝોલ (પાવડર) ભરેલું 10 કિલોનુ એક ડ્રમ કિ.રૂ 2,67,860ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો.

જે અંગે યુક્તી પ્રયુક્તી થી તપાસ પુછ પરછ કરતા સદર મુદ્દામાલ ચોરી કરવામાં બીજો એક ઈસમ સંડોવાયેલ હોવાનુ જણાતા બન્ને ઈસમોને અટક કરવામા આવી છે. ચોરી થયેલો લુલીકોનાઝોલ (પાવડર) ભરેલું 10 કિલોનુ એક ડ્રમ તથા ગુનાના કામે વપરાયેલ એક્ટીવા રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીમાં નરેદ્રકુમાર દિનેશભાઈ ચૌહાણ, બળવંત ઉર્ફે બલ્લુ ગાભાજી ચૌહાણ (બંનેરહે, ઠાકોરવાસ કાવિઠા તા બાવળા)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો