સાણંદના બોળ ગામે મોબાઈલ લેવાના બહાને 2 યુવકે વેપારીને છરી બતાવી બન્ને અહીંયા ડોન છીએ અને તને કોઇ પૈસા આપવાના નથી, તેમ કહી દુકાનમાંથી મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.20 હજારની લૂંટ કરી ફરાર થયા હતા. જે લૂંટ કરનાર ખીંચા ગામના 2 ઈસમને જીઆઈડીસી પોલીસે તાત્કાલિક પકડી લઈ કાર્યવાહી કરી હતી.
ગત શુક્રવારે સાણંદના બોળ ગામે સંત મોબાઇલ શોપ નામની દુકાનમાં 2 અજાણ્યા ઈસમોએ વેપારીને મોબાઇલ લેવાનો છે તેમ કહી વેપારીને છરી બતાવી મોબાઇલ અને રોકડની લુંટ કરી ફરાર થતાં સાણંદ જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
જેને લઈને ગુનાના આરોપીને પકડવા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી પી.આઈ. જે.આર.ઝાલાને મળેલી બાતમી આધારે આરોપીઓ અગાઉ ચોરી લુંટ જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ હોવાના લઈને વડનગરથી રસુલપૂરા જીઆઈડીસી રોડ ઉપર પી.આઈ. જે.આર.ઝાલા સહિત પોલીસ ટીમે વોચ ગોઠવી સાણંદના ખીંચા ગામના પ્રકાશ જગદીશ વાઘેલા અને મહેશ મેલુ વાઘેલા (બન્ને કો.પટેલ)ને પકડી લીધા હતા.
પકડાયેલ ઇસમો પાસેથી લૂંટમાં વપરાયેલ જીવલેણ હથિયાર તેમજ મોબાઈલ, રોકડ, 2 બાઇક સહિતલો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. નોંધપાત્ર છે કે ગત મહિને સાણંદ APMCમાં ડાંગરનું વેચાણ કરવા ગયેલા મખિયાવના ખેડૂતનું રૂ.4.25 લાખના ટ્રેક્ટરની ચોરી કરી હતી. જેમાં પ્રકાશ અને મહેશને સાણંદ પોલીસે ટ્રેક્ટર ચોરી કરવા બદલ દબોચી લીધા હતા. તેમજ ટ્રેક્ટર ચોરી કેસમાં આરોપીઓને જામીન મળ્યા બાદ ફરી લૂંટના રવાડે ચઢ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.