તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ મંજૂર:દારૂ સાથે પકડાયેલા પંજાબના 2 શખ્સને 8 દિવસના રિમાન્ડ

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ બાયપાસ પાસેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું
  • દિલ્હીના શખ્સે કન્ટેનર પંજાબના 2 ઈસમોને આપી ધાંગધ્રા નજીક નાગદાન ગઢવીને ડિલિવરી આપવાની હોવાનું બહાર આવ્યું

બુટલેગરોને સાણંદ અને આસપાસના વિસ્તારોમાં વિદેશી દારૂ સપ્લાય માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ અગાઉ આ વિસ્તારોમાંથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી ઝડપાઈ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ રવિવારે મોડી રાત્રે સાણંદ બાયપાસ નજીકથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે પંજાબના બે ઇસમોને ઝડપી લઇ બંને ઈસમોને કોર્ટમાં રજુ કરી પોલીસે રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટે બંનેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમી આધારે રવિવારે રાત્રે સરખેજ –વિરમગામ હાઈવે રોડ તરફના સાણંદ બાયપાસ નજીક રવિવારે રાત્રે કન્ટેનર પસાર થતા રોકીને ચોર બોક્ષમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 182 પેટી (2443નંગ બોટલ) મળી આવી હતી જેની કિંમત 1060500 જેટલી થવા જાય છે. જેથી પોલીસે કન્ટેનર સહીત રૂ.2157600નો મુદામાલ સાથે સંદીપ ભાગરાજસિંહ કુમ્હાર (રહે ધમાઈ , હોશિયારપુર પંજાબ) અને ગુરનેકસિંગ જોગીન્દરસિંગ જાટ (રહે મહેન્દ્પુર , નાવાશહેર પંજાબ) ની અટક કરી હતી.

સમગ્ર મામલે સાણંદ પોલીસે તપાસ હાથ ધરતા મંગળવારે ઝડપાયેલ બંન્ને પંજાબના ઈસમોને કોર્ટમાં રજુ કરતા 8 દિવસના રીમાન્ડ મંજુર થયા હતા. પોલીસે ઝડપાયેલા પંજાબના બન્ને ઈસમોની કડક પુછપરછ કરતા દિલ્હીના એક ઇસમે પાણીપત હરિયાણાથી દારૂ ભરેલું કન્ટેનર આપ્યું હતું અને તે ધાંગધ્રા નજીક નાગદાન ગઢવી નામના ઇસમને ડિલેવરી લેવા આવવાનો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં સાણંદ પોલીસ ટીમે તપાસ માટે રાજ્ય બહાર જઈ મોટા બુટલેગરોને ઝડપી લેવા ચક્રોગતિમાન હાથ ધરશે તેવી અનેક શક્યતા પોલીસ બેડામાં ચર્ચાય છે.

અન્ય સમાચારો પણ છે...