તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટારૂઓ બેખૌફ:બાઇક પર આવેલા 2 શખ્સ રાહદારી પાસેથી મોબાઇલની લૂંટ ચલાવી ફરાર

સાણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ-બાવળા હાઇવે પર ડમ્પરચાલકને આંતરીને મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવાઇ
  • સાણંદમાં બાયપાસ રોડ ઉપર ડમ્પર ચાલક અને ઘોડાગાડી પાસેનો બનાવ

થોડાક સમયથી સાણંદ અને આસપાસના વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વાહન, મોબાઈલ, વાહનોના સાયલેશન ચોરી થવાની રાવ ઉઠી છે. તાજેતરમાં સાણંદમાં યુવક પર છરીના ઘા ઝીંકાયાની શાહી હજી સુકાઇ નથી. ત્યારે સાણંદ વિસ્તારમાં લુંટની ઘટના ઘટી છે. રાત્રીના સમયે સાણંદના બાવળા બાયપાસ રોડ ઉપર ડમ્પર ચાલકને આંતરીને બાઈક પર આવેલ બે અજાણ્યા ઈસમોએ ડમ્પર ચાલકને રોકડ અને મોબાઇલ લુંટ્યો અને સાણંદના ઘોડાગાડી પાસે નોકરી કરવા ચાલતા જતા ઇસમનો મોબાઈલ લુંટ આચરી બાઈક પર આવેલ અજાણ્યા ઈસમો ફરાર થઇ જતા સમગ્ર ઘટનાને લઈને સાણંદ પોલીસે ગુનો નોંધી લુંટ કરતા ઈસમોને ઝડપી લેવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે. લુંટની ઘટનાઓ બનતા સમગ્ર સાણંદમાં ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગરના છારદ ગામના વિપુલભાઈ કેશુભાઈ છારદીયા ટ્રક ડમ્પર ચલાવવાનો ધંધો કરે છે. ગત ૨ સપ્ટેમ્બરના રોજ પાટણના હારીજ પાસેથી ડમ્પરમાં રેતી ભરી સાણંદ બાયપાસ રોડ ઉપર આવેલ ઉમિયા માતાજીના મદિરની સામે આવેલ આર.એમસી પ્લાન્ટ ઉપર ખાલી કરી રાત્રે સવા દશેક વાગે ડમ્પર ચાલક તેના ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે સાણંદ બાવળા બાયપાસ રોડ તરફથી ડમ્પરની પાછળથી નંબર પ્લેટ વગરના બાઈક પર બે અજાણ્યા માણસો ડમ્પર આગળ બાઈક ઉભું કરી દેતા ડમ્પર ચાલકે બ્રેક મારતા બે અજાણ્યા માણસોએ ડમ્પરની ચાવી કાઢી લીધી હતી.

ડમ્પરના ચાલક વિપુલભાઈને ધમકી આપી મોબાઈલ(કીં.10 હજાર) ઝુંટવી લઇ તેઓના ખિસ્સામાં રોકડ રૂ.8 હજાર કાઢી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈક લઇ સાણંદ તરફ જતા થોડેક આગળ રોડ ઉપર ચાવી નાખી ફરાર થઇ ગયા હતા. બીજી તરફ સાણંદ ઘોડાગાડી વિસ્તારમાં રહેતા કનકસિંહ રણમલસિંહ ચાવડા સાણંદ જીઆઇડીસી ખાતે નાઈટ શીપની નોકરી કરવા ગુરુવારે રાત્રે આશરે 11 વાગે ચાલતા સાણંદ બસ સ્ટેશન તરફ જતા હતા. ત્યારે ઘોડાગાડી નજીક બાઈક પર બે અજાણ્યા ઈસમો આવી કનકસિંહને ધાકધમકી આપી 5 હજારનો મોબાઈલની લુંટ કરી મુનિ આશ્રમ તરફ ફરાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...