ભેદ ઉકેલ્યો:મૌરૈયાની કંપનીમાં ચોરી કરનાર 2 ઇસમ 63 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય એલસીબીએ પકડી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

ચાંગોદર વિસ્તારમાં એક બાદ એક તસ્કરોએ તરખાટ મચાવ્યો છે ત્યારે તાજેતરમાં ચાંગોદરમાં આવેલી પી.પી.જી. એસીયન પેઇન્ટ પ્રા.લી ખાતેથી કંપનીમાં રૂ.51850ના મુદ્દામાલની ચોરી કરનાર કંપનીમાં સ્ટોરમાં વર્કરમાં કામ કરતો ઈસમ સહિત 2 ને ગ્રામ્ય એલસીબીએ પકડી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો.

સગમ્ર વિગત એવી છે કે સાણંદના મૌરૈયા ખાતે મહા ગુજરાત ઇન્ડટ્રીયલ એસ્ટેટમામાં પી.પી.જી. એશિયન પેન્ટ પ્રા.લી ખાતેથી કંપનીમાં પેઇન્ટના પ્રોડક્ટના બોકસ તથા ટીનનું કુલ 42 લિટરની રૂ.51850ની 2 જાન્યુઆરી પહેલા ચોરી થઈ હતી. જેની ફરિયાદ કંપનીના મેનેજર નરેશભાઇ બાલુરામ મુદ્રાએ 4 જાન્યુયારીએ ચાંગોદર પોલીસમાં નોંધાવી હતી.

ગ્રામ્ય એલ.સી.બી. પી.આઈ આર.એન.કરમટીયાએ અલગ અલગ ટીમો બનાવી ચોરને પકડવા બાતમીદારો કાર્યરત કર્યા હતા. ત્યારે એલ.સી.બીના એ.એસ.આઇ વિજયસિંહ મસાણી અને પો.કો. મહેન્દ્રસિંહ સોલંકીને હ્યુમન સોર્સથી મળેલ બાતમી આધારે એશિયન કંપનીના કલરકામમાં વપરાતા ક્લીનર, થીનર, હાર્ડનર વગેરે સાથે હરેશ કલજી સાપરા (કો.પટેલ) (ઉ.20 રહે હાલ બાવળા, મૂળ ભેંસજાળ, સુરેન્દ્રનગર) અને તોફીક અકબર વડીયા (ઉ.28 રહે- બોટાદ) પકડી લઈ કુલ કિ.રૂ.63,416નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

આરોપી હરેશ કંપનીમાં સ્ટોરમાં વર્કર તરીકે કામ કરતો અને કંપનીની કમ્પાઉન્ડની પડતર જગ્યામાં નોકરી સમય દરમ્યાન કોઇ હાજર ન હોય તે વખતે કલર પ્રોડક્ટના બોકસ દિવાલની પાછળના ભાગે ફેંકી દઈ નોકરી પર છૂટી વાહનમાં તે બોકસ ઘરે લાવી મુકી રાખતો. છેલ્લા પંદરેક દિવસમાં વારા ફરતી કુલ આઠ બોકસ કલર પ્રોડક્ટના ચોરી કરી ઘરે લાવ્યો હતો. જેમાં પકડાયેલા તોફીક અકબર વડીચા વાહનોના કલરકામની દુકાન ચલાવતો તેને વેચાણ આપવા માટે બાવળા બોલાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...