તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:આસામ રાજ્યમાં નાર્કોટિક્સના ગુનાના 2 માસ્ટર માઈન્ડ ઝબ્બે

સાણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભાગતા ફરતા ૨ આરોપીને અમદાવાદની ભાગોળે આવેલ સાણંદ બાયપાસ રોડ પાસેથી બાતમી આધારે સાણંદ પોલીસે ઝડપી લીધા છે. - Divya Bhaskar
ભાગતા ફરતા ૨ આરોપીને અમદાવાદની ભાગોળે આવેલ સાણંદ બાયપાસ રોડ પાસેથી બાતમી આધારે સાણંદ પોલીસે ઝડપી લીધા છે.
 • સાણંદ બાયપાસ રોડ પાસેથી પોલીસે ઝડપી લીધા

આસામ રાજયમાં નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ જાહેર થયેલ અને રાજ્ય છોડી ભાગતા ફરતા ૨ આરોપીને અમદાવાદની ભાગોળે આવેલ સાણંદ બાયપાસ રોડ પાસેથી બાતમી આધારે સાણંદ પોલીસે ઝડપી લીધા છે. સમગ્ર વિગતો એવી છે કે અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના થતા બહારના જિલ્લા અને રાજ્યોમાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીને પકડવાની સુચના અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરિક્ષક કે.જી.ભાટી તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાણંદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી કામરીયા નાઓએ આપેલ હોય

જે આધારે સાણંદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.બી.ગોહીલ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ્પેકટર જી.કે.ચાવડા નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે પો.સ.ઈ એમ.જે ઝાલા, વુ.એ.એસ.આઈ મુમતાઝબેન, વું.એસ.આઈ જસીબેન, પો.કો કિરીટસિંહ વગેરે પોલીસ ટીમે સાણંદ બાયપાસ રોડ પાસે આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી આસામ રાજ્યના કરીમગંજ જીલ્લાના બાદરપુર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના ગુનાના મુખ્ય આરોપી અહાદુલ હુસૈન અબ્દુલ શુકુર તાલુકદાર અને નુર એહમદ બુરહાનદ્દીન તાલુકદાર (બન્ન્રે હાલ રહે.મિઝોરમ મૂળ રહે. આસામ)ને ઝડપી લઇ સમગ્ર ઘટના અંગે આસામ પોલીસને જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો