અકસ્માત:સરખેજ- બાવળા હાઇવે પર 2 અકસ્માતમાં 2નાં મોત નીપજ્યાં

સાણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાણંદ તાલુકામાં સોમવારે અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં બેના કરુણ મોત નીપજ્યા હતા. કઠવાડાનો દેવીપૂજક પરિવાર ચોટીલા દર્શનાર્થે જઈને બોલેરો કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે વહેલી પરોઢે 4ના સુમારે મટોડા ગામના પાટિયા નજીક કારના ચાલક અજયભાઈને ઝોકું આવી જતા બોલેરો કર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી અને અંદર બેઠેલ મંજુબેન નામની મહિલાને ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું.

બીજી એક ઘટનામાં ચાંગોદરમાં આવેલ સેફએક્ષપ્રેસ કંપનીમાં ટ્રકની પાછળ ડ્રાઈવર નામે દિલીપકુમાર માતાફેર વર્મા સીલ ચેક કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે પૂરઝડપે ડમ્પર રીવર્સ લેતા ડ્રાઈવર બન્ને વાહન વચ્ચે આવી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.ચાંગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...