તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાણંદના ફાંગડી ગામેથી ગેરકાયદે કફ સિરપની બોટલો વેચતા 2 ઝબ્બે

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસે બાવળા અને સાણંદ તાલુકામાંથી છેલ્લા અઠવાડિયામાં દરોડા પાડી 10થી વધુ લોકોને ઝડપતાં વેચાણ કરતા શખ્સોમાં ફફડાટ

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર નશાકારક કફ સીરફનું વેચાણ વધી રહ્યું છે. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા આવા શખ્સોને ઝડપે તેઓના વિરૂદ્ધ લાંલ આંખ કરી છે. સાણંદના ફાંગણી ગામેથી 2 શખ્સોને ઝડપી ગેરકાયદેસર નશાકારક કફ સીરપની 5 બોટલો સાથે સાણંદ પોલીસે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સાણંદ પોલીસને બાતમી મળી હતી કે સાણંદ તાલુકાના ફાંગડી ગામમાં નાનાવાસમાં જવાના નાકા પાસે વિજયભાઈ ઉર્ફે વિનોદભાઈ ઉર્ફે જુબો રાયમલભાઈ કો.પટેલ (રહે.ફાંગડી ગામ તા.સાણંદ) અને રાકેશભાઈ સેધાભાઈ કો.પટેલ (રહે.જાંબુથલ ગામ તા.સાણંદ) નશાકારક સીરપની બોટલોનો જથ્થો રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે. જેથી સાણંદ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ બી ગોહિલ અને પોલીસના માણસોએ ચોક્કસ બાતમી વાળા સ્થળેએ શુક્રવારે વહેલી સવારે 4 વાગ્યા આજુબાજુ રેડ કરતા વિજયભાઈ ઉર્ફે વિનોદભાઈ ઉર્ફે જુબો રાયમલભાઈ કો.પટેલ (રહે.ફાંગડી ગામ તા.સાણંદ) અને રાકેશભાઈ સેધાભાઈ કો.પટેલ (રહે.જાંબુથલ ગામ તા.સાણંદ)ને ઝડપી લીધા હતા. રેડ દરમ્યાન પોલીસે બંને શખ્સો પાસેથી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે નશાકારક કફ સીરપની 5 બોટલો જેની કિંમત રૂ.650 અને રોડક રૂ.250 ,2 મોબાઇલ જેની કિંમત રૂ.5500 મળી કુલ 6400ના મુદામાલ સાણંદ પોલીસે જપ્ત કરી ઝડપાયેલ શખ્સો વિરૂદ્ધમાં સાણંદ પોલીસે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંત્રે નોંધપાત્ર છે કે તાજેતરમાં સાણંદ તાલુકાના રેથલ ગામના બસ સ્ટેન્ડ આગળથી બાઈક ઉપર નશાકારક સીરપની બોટલોનો જથ્થો રાખી તેનું ગે.કા. રીતે વેચાણ કરવા જતા રેથલ ગામના યુવકને અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખા અને જીઆઇડીસી પોલીસે ઝડપી લઇ કુલ 2 શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. નશાકારક કફ સીરપની બોટલો વેચતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...