શહેરમાં ખાનગીમાં પ્રતિબંધિત ચાઈના દોરીનું વેચાણ તો ચાલુ જ પ્રતિબંધિત ચાઈના દોરીનું વેચાણ વધ્યું હોવાનું સામે આવતા પોલીસે બાતમી આધારે તેલાવ ગામે રેડ કરી ચાઈના દોરીના ૧૧૦ નંગ ટેલર સાથે તેલાવ અને સાણંદના બે યુવકોને પકડી લીધા હતા. ઉત્તરાયણ પર્વ પ્રતિબંધિત ચાઈના દોરીથી પતંગ ચગાવાના કારણે ઘાતક ચાઈના દોરીથી પક્ષીઓ, રાહદારીઓ અને ખાસ ટુ વ્હીકલ ચાલકોને ઇજા કે મોત થાય છે. સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં સાણંદમાં કેટલાક વ્યાપારીઓ દ્વારા સરકારના નિયમોનું નેવે મૂકી ચાઇના દોરીનું વેચાણ કરતાં આવા તત્વો વિરુદ્ધ પોલીસે લાલ આંક કરી છે.
સાણંદ પોલીસે મળેલ કે તેલાવ ગામના કાસિંદ્રાવાસમા રહેતા જયેશ ગોપાલ ચૌહાણ નામનો ઈસમ કેટલીક ચાઈનીજ દોરીની રીલ (ટેલર) રાખી પોતાના ઘરમા છુટકમા વેચાણ કરે છે. અને હાલમાં વેચાણ ચાલુ છે. જેથી રવિવારે સાંજે સાણંદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એ.જાદવ અને તેઓની ટીમે રેડ કરી જયેશ ગોપાલ ચૌહાણને પકડી લઈ પ્રતિબંધિત ચાઈનીજ દોરીના ૧૧૦ નંગ રીલ (ટેલર) કિ.રૂ.૨૪૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ જયેશની પૂછપરછ કરતાં સાણંદના ની નાની ગોલવાડ ખાતે રહેતો રાજ ભીખા રાણા પાસેથી લાવ્યો હોવાનું પોલીસને જણાવતા સાણંદ પોલીસે બંને પકડી તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
તાજેતરમાં નાનીદેવતી બસ સ્ટેશન પાસેથી પ્રતિબંધિત ચાઇના દોરીના જથ્થા સાથે એક શખ્સને સાણંદ પોલીસે ઝડપી પાડ્યો હતો જેમાં પણ સાણંદના ઇસમે ચાઈના દોરીનો જથ્થો આપ્યો હતો સાણંદ શહેરમાં કેટલાક વ્યાપારીઓ દ્વારા સરકારના નિયમોનું ઐસી તૈસી કરી ચાઇના દોરીનું વેચાણ કરતાં અગાઉ અનેક વખત પકડાયા છે ત્યારે સાણંદ અને ચાંગોદર પોલીસે ચાઈના દોરી અને તુક્કલનું વેચાણ અને ઉપયોગ ન કરવા લોકોને ચેતવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.