SOGની કાર્યવાહી:સાણંદના તેલાવ નજીકથી એમ.ડી ડ્રગ્સ સાથે 2 ઝડપાયા : 2 લાખનો મુદ્દામાલ જપ્ત

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે 2 આરોપીને ઝડપ્યા હતા. - Divya Bhaskar
પોલીસે 2 આરોપીને ઝડપ્યા હતા.
  • સરખેજ- સાણંદ હાઈવે પર આવેલી કેનાલ ઉપરની ઘટના
  • એસઓજીને મળેલી બાતમીના આધારે મોડી રાતે 3 વાગે કાર્યવાહી શરૂ કરી પર્દાફાશ કર્યો

સરખેજ સાણંદ હાઈવે પર તેલાવ ગામ પાસે નર્મદા કેનાલ નજીક બાઈક મેથામ્ફેન્ટામાઈન(એમ.ડી) ડ્રગ્સનું વેચાણ કરવા જતાં અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે બાતમી આધારે અમદાવાદ જુહાપુરા અને સરખેજ વિસ્તારના 24 વર્ષીય 2 યુવકોને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રામ્ય એસ.ઓ.જી શાખાના પો.કો. મુકેશદાન ફ્તેસંગ ગઢવીને બાતમી મળી હતી કે મોહંમદ એજાજ મોહંમદજુબેર વોરા (જુહાપુરા) અને શાહનવાજ અબ્દુલસમદ ગાંગી (ફતેવાડી, સરખેજ) બાઈક પર નશાકારક માદક પદાર્થનો જથ્થો રાખી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે શાંતિપુરા સર્કલ થઇ સાણંદ તરફ મોડી રાત્રીના બે વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યાના સમયગાળા દરમ્યાન જનાર છે. જેથી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી શાખાના પી.આઈ એચ.બી ગોહિલ, ઈ.પો.ઇન્સ જી.એમ પાવરા, પો.સ.ઈ. એમ.ડી. જયસ્વાલ સહીત પોલીસ ટીમે સાણંદના તેલાવ ગામ નજીક નર્મદા કેનાલના પુલિયાની આગળ રોડની કટ પાસે સરખેજ સાણંદ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી તે દરમ્યાન રાત્રીના ૩ વાગ્યા આસપાસમાં બાતમી વાળું બાઈક આવતા મોહંમદ એજાજ મોહંમદજુબેર વોરા અને શાહનવાજ અબ્દુલસમદ ગાંગીને પોલીસે ઝડપી લઇને તેઓની તપાસ કરતા ગેરકાયદેસર મેથામ્ફેન્ટામાઈન (એમ.ડી) ડ્રગ્સ 17.50 ગ્રામ જેની કિંમત રૂ.1.70.500 મળી આવ્યું હતું સાથે પોલીસે રોડક 200 , બે મોબાઈલ જેની કિંમત 4 હજાર અને એક બાઈક જેની કિંમત 30 હજાર મળી કુલ કિં.રૂ. 2,04,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને યુવકો વિરૂદ્ધમાં ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...