તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચાંગોદરમાં એક્ટિવા પર દારૂ વેચતા 2 ઝડપાયા, પોલીસે 29 હજારનો મુદ્દામાલ ઝડપ્યો

સાણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાણંદ તાલુકામાં ઈંગ્લીસ દારૂનાં વેચાણનો વેપલો વધતા આ અંગે ચાંગોદર પોલીસને બાતમી મળતા સાણંદના ચાંગોદરમાં ભાગ્યોદય કેનાલના કટ ઉપરથી એકટીવા માંથી ઈંગ્લીસ દારૂની બોટલો સાથે 2 ઈસમોને ઝડપી કુલ 29 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી 2 ઇસમ વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાંગોદર પોલીસને બાતમી મળી હતી કે સાણંદ તાલુકાના ચાંગોદરમાં ભાગ્યોદય કેનાલ ઉપર બે ઈસમો એકટીવા ઉપર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો ધંધો કરે છે. અને હાલમાં તેની પ્રવુતિ ચાલુ છે. જેથી મંગળવારે બપોરે બાતમી વાળી જગ્યાએ ચાંગોદર પોલીસની ટીમે રેડ કરતા દીપકભાઈ અશ્વિનભાઈ યાદવ (રહે.મેઘાણીનગર મૂળ રહે.હરીયરપુર, ઉત્તરપ્રદેશ) અને સંજયભાઈ કારીભાઈ શર્મા (રહે. મેઘાણીનગર મૂળ રહે.મધુવન બિહાર)ને ઝડપી લીધા હતા. રેડ દરમ્યાન એકટીવાના આગના ભાગેથી એક કાળા કલરના થેલામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 7 બોટલો જેની કિંમત 3500, 2 મોબાઇલ જેની કિંમત 5500 તેમજ એક એકટીવા જેની કિંમત 20 હજાર મળી કુલ 29 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ઝડપાયેલ બન્ન્રે ઈસમો વિરુદ્ધમાં ચાંગોદર પોલીસે પોહી. એક્ટ કલમ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો