તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સસ્તા સળિયા તથા માસ્ક અપાવવાના બહાને છેતરપિંડી કરનારા 2 પકડાયા, સાણંદના મુનિ આશ્રમ ચાર રસ્તા પાસેથી પોલીસે બંનેને પકડી લીધા

સાણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડોદરા અને અમદાવાદ મળી કુલ રૂ.50 લાખની છેતરપિંડી આચરી 2 વર્ષથી ફરાર હતા, બંને આરોપી સામે વિવિધ પોલીસમાં 8 ગુના નોંધાયેલા

ભાસ્કર ન્યૂઝ | સાણંદ સાણંદના મુની આશ્રમ ચાર રસ્તા નજીકથી સાણંદ પોલીસે બાતમી આધારે વડોદરા તથા અમદાવાદમાં સસ્તા સળીયા અને માસ્ક અપાવવાના બહાને આંગડીયા પેઢીના કર્મચારી સાથે મળી પચ્ચીસ-પચ્ચીસ લાખના ચિટીંગના બે અલગ અલગ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે ઇસમોને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સસ્તા ભાવે લોખંડના સળીયા અપાવવાના બહાના હેઠળ રૂ.25 લાખના તેમજ અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સસ્તા માસ્ક અપાવવાના બહાને રૂ.25 લાખના ચિટીંગના ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસતાં ફરતાં આરોપી તરૂણસિંહ ઉર્ફે મોન્ટુ મહેંદ્રસિંહ ગોવિંદસિંહ વાઘેલા (રહે. સૌભાગ્ય રેસીડન્સી, ભરૂચ મુળ રહે. મેરીગોલ્ડ ફ્લેટ, સાઉથ બોપલ તથા ગોધાવી) અને શબ્બીરભાઇ દિનુભાઇ નાયા (રહે. મોટી મોલી, જિ. ગીર સોમનાથ)ને સાણંદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જી.કે.ચાવડા સહીત પોલીસ સ્ટાફના માણસોએ સાણંદ શહેરના મુનિ આશ્રમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને બંને ઈસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. ડપાયેલા તરૂણસિંહ ઉર્ફે મોન્ટુની વિરૂધ્ધમાં ઉપરોક્ત બંને ગુનાઓ સહિત વેજલપુર પો.સ્ટે., ભરૂચ “સી” ડિવીઝન પો.સ્ટે.માં પ્રોહીનો એક એક ગુનો, તેમજ આનંદનગર પો.સ્ટે.માં ચિટીંગનો એક ગુના સહીત કુલ 5 ગુનાઓ નોંધાયેલા છે. જયારે શબ્બીરભાઇ વિરૂધ્ધમાં ઉપરોક્ત સમા પો.સ્ટે.માં ચિંટીંગના ગુના સહીત ઉના પો.સ્ટે.માં ધાક ધમકી તથા જુગારનો એક-એક ગુનો મળી કુલ 3 ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો