કોરોના કહેર:સાણંદના શેલામાં 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ

સાણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી

રાજ્યમાં હાલ ફરી કોરોનાનો કહેર ચાલુ થયો છે ત્યારે સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ફરીથી રોકેટ ગતિ પકડી છે. નવા વર્ષની સાથે સાણંદના શેલામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. શેલામાં ચાર દિવસમાં વધુ 18 કેસો પોઝીટીવ નોંધાયા છે. બીજી તરફ સાણંદના શેલા વિસ્તારમાં એક પછી એક કોરોના પોઝીટીવ કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.

આરોગ્ય સૂત્રોએ જણાવ્યું કે 1 થી 4 જાન્યારી માં સાણંદ તાલુકાના શેલા વિસ્તારના અલગ અલગ સોસાયટીમાંથી 18 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જયારે શેલા વિસ્તારમાં માત્ર ગત 10 દિવસમાં અંદાજે 39 પોઝટિવ કેસો નોંધાયા છે. જેને લઈને પોઝિટિવ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વે, સ્કેનિંગ પ્રકિયા હાથ ધરીને પોઝીટીવ દર્દીઓને અને તેઓના સંપર્કમાં આવેલ લોકોને કોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થતા અટકાવવા માટે પ્રજાજનોએ ખાસ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, મોઢા ઉપર માસ્ક પહેરવું તેમજ સતર્ક રહેવું જરૂરી બને છે. રાજ્યમાં વધતા જતા કોરોના કેસોને અટકાવા સરકાર દ્વારા કોરોના વિરોધી વેક્સિન લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. શહેરીજનોએ અવશ્ય સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી બને છે. અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે શહેરને અડીને આવેલા સાણંદના શેલામાં પણ કોરોના વિસ્ફોટ થયો છે.

અન્ય સમાચારો પણ છે...