તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:સાણંદના કોવિડ સેન્ટરમાં 1 જ દિવસમાં 18 લોકો ડિસ્ચાર્જ

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એકસાથે 18 દર્દીઓએ કોરોનાને મહાત આપી ઘરે પરત ફર્યા હતા. - Divya Bhaskar
એકસાથે 18 દર્દીઓએ કોરોનાને મહાત આપી ઘરે પરત ફર્યા હતા.
  • ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફે કોરોનાના દર્દીઓ સ્વસ્થ બની ઘરે જતાં તમામને તાળીઓથી વધાવ્યા

જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને નગરપાલિકાના સહયોગથી સાણંદના માધવનગર પાસે આવેલી મોડેલ સ્કુલ ખાતે 35 બેડનું કોવીડ કેર સેન્ટર શરુ કર્યું હતું. જેમાં કોરોના દર્દીઓ માટે 20 ઓક્સિજન બેડ અને 15 આઇસોલેન બેડની સગવડ સાથે સાથે 10 નર્સિંગ સ્ટાફ તેમજ 3 ડોક્ટરોની ટીમ સારવાર માટે વ્યવસ્થા ઉભી કરી હતી.

રવિવારે સાંજે 6 કલાકે સાણંદના મોડેલ સ્કુલ ખાતે કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ 23થી 76 વર્ષીય 18 દર્દીઓએ કોરોનાની સારવાર દરમ્યાન સ્વસ્થ થતા તેઓને રજા અપાઈ હતી. જેને લઈને ડોક્ટર, નર્સ સહીતના સ્ટાફે ઘરે જતા દર્દીને તાળીઓથી વધાવ્યા હતા.

10 દિવસમાં કોવિડ હોસ્પિટલમાંથી 73 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા
ધોળકા વાસીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા છેલ્લા ચારેક દિવસથી તાલુકામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. તો છેલ્લા બે દિવસથી કોરોના ટેસ્ટીગ ઘટતા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી હોવાથી જેને લઈ લોકોમાં રાહત થઈ છે. ગામડાં સહિત ધોળકા શહેરમાં કોરોના પોઝિટિવ કેસો વધુ પ્રમાણમાં નોંધાઇ રહ્યા હતા.

ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા પ્રશાસન દ્વારા અપાયેલા લોકડાઉન તેમજ તાલુકાવાસીઓ દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાના કારણે તેમજ કોરોના ટેસ્ટિંગ ઘટતા છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં મહંદ અંશે ઘટાડો નોંધાયો છે. ત્યારે ધોળકામાં ધોળકા સેવા પરિવાર, મંગલ મંદિર માનવ સેવા ટ્રસ્ટ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ , જગદંબા પોલિમર ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અન્ન સેવા પ્રસાદ તીર્થ તેમજ ફરજ ટ્રસ્ટનાં સહયોગ તેમજ ધોળકા સેવા ભાવી પ્રજાજનોથી 50 બેડની રાધે કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે.

ધોળકા વાસીઓ માટે તેમજ અન્ય ગામના લોકો માટે જીવાદોરી સમાન છે. અત્યાર સુધી રાધે ફ્રી કોવિડ હોસ્પિટલમાં 73 દર્દીને સારા થઈને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ દસ દિવસમાં 844 પેશન્ટની ઓપીડીમાં ડોક્ટર દ્વારા તપાસ કરી ફ્રીમાં દવા આપીને ઘરે હોમકવોરન્ટાઇન કર્યા છે. હાલમાં જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓ ને ફ્રી વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...