ચૂંટણી:સાણંદ બેઠક માટે 2 દિવસમાં 17 ફોર્મ ઉપાડાયાં

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે ધારાસભ્ય કનુભાઈ પટેલને રિપીટ કર્યા છે: આપમાથી કુલદીપસિંહ ઉમેદવાર

સાણંદ વિધાનસભા બેઠક પર ભાજપ અને આપ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારની પસંદગી માટેની મથામણ શરુ થઇ ગઈ છે. સાણંદ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મેદાનમાં છે ત્યારે 10 નવેમ્બરને શુક્રવારથી વિધાનસભા ઉપર બે દિવસમાં ચૂંટણી લડવા માટે ઉત્સુક એવા 17 વ્યક્તિએ ફોર્મ ઉપાડ્યા હતા.

સાણંદ સીટ પર ભાજપ, કોંગ્રેસે તેમજ આપ સાથે અપક્ષના ઉમેદવારો આ વખતે દાવેદારી નોંધાવશે. 10 નવેમ્બરે 6 અને 11 નવેમ્બરે 11 એમ મળી 17 ફોર્મ ઉઠાવામાં આવ્યા છે. જયારે ભાજપે હાલના ધારાસભ્ય કનુભાઈ પટેલને ટિકિટ આપી રિપીટ કર્યા છે.

જ્યારે આપમાથી કુલદીપસિંહ વાઘેલાના નામની જાહેરાત કરાઇ છે. બીજી તરફ શુક્રવાર સમી સાંજ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા સાણંદ સીટના ઉમેદવાર હજી સુધી જાહેર કર્યા નથી. જિલ્લામાં મુખ્ય ગણાતી સીટ પર કોંગ્રેસ પક્ષ કોને ટિકિટ આપવી તેના નામની આખરી ચર્ચાઓ થઇ રહી હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો.

બીજી તરફ આગામી દિવસમાં ઉમેદવારો ફોર્મ ભરવા, ચકાસણી સહિતની ચૂંટણીની કામગીરીને પહોચી વળવા તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી હાથ ધરાઇ છે. વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા ઉત્સુક એવા 17 વ્યક્તિએ ફોર્મ ઉપાડ્યા હતા.

સાણંદ વિધાનસભા બેઠકનું ભાવિ 2,81,183 મતદારના હાથમાં
આગામી વિધાનસભા ચૂંટણીને લઈને હાલ તો રાજ્યકીય પક્ષો દ્વારા તડામાર તૈયારી હાથ ધરી છે . સાણંદ વિધાનસભા બેઠક ઉપર આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં કુલ 281183 મતદારો છે જે બેઠકો ઉપર મતદાન કરશે. જેમાં 144726 પુરુષ, 136451 સ્ત્રી, 6 અન્ય છે જે મતદારો પોતાનો અમુલ્ય મત આપી સાણંદ વિધાનસભા સીટનું ભાવી નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...