તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની રેડ:સાણંદ અને ઝાંપ ગામેથી 15 જુગારીઓ ઝડપાયા

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારીઓ તીનપત્તી તથા ચકી ફૂદીનો જુગાર રમતા હતા, 8 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

કોરોનાની લહેર ઓછી થતાજ જાણે જુગારની બદીએ જોર પકડ્યું હોય તેમ સાણંદ અને ઝાંપ ગામે જુગાર રમતા કુલ 15 જુગારીઓને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદ પોલીસે બાતમીને આધારે સાણંદ –બાવળા રોડ ઉપર આવેલા ઉદાસીન આશ્રમ સામે ખુલ્લી જગ્યામાં છાપો મારતા પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો નામે ચેતન સિંહ ઉમેદ સિંહ વાઘેલા સાણંદ ,ઉમેશ રાવ પ્રભુ રામ રામ સાણંદ, દશરથજી કાળુજી ઠાકોર સાણંદ ,અમિત બાબુભાઈ ચૌહાણ સાણંદ ,વિનોદભાઈ બુધા ભાઈ ચુનારા સાણંદ, મહેશ ભલાભાઇ દંતાણી સોયલા, જીતુ રમેશ ભાઈ ચુનારા સાણંદને 5750ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા , બીજી તરફ જીઆઇડીસી પોલીસે ઝાંપ ગામે ખુલ્લા મેદાનમાં ચક્કી ફૂદીનો જુગાર રામના આઠ ઇસમ મુકેશ બાલાભાઈ કો પટેલ, કાનાભાઈ અમરશીભાઈ કો પટેલ, હિતેશ જગાભાઈ કો પટેલ, કાળુ ચનાભાઈ દેવીપુજક, જીતેન્દ્ર આત્મારામ કો પટેલ, શાંતિભાઈ મનજીભાઈ કો પટેલ, રસિક વાડીલાલ કો પટેલ, દશરથ ભાઈ કમશુંભાઈકો પટેલને 3150ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...