આયોજન:સાણંદ તાલુકાના ખોરજ ગામે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં 144 લોકોએ લાભ લીધો

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સાણંદ તાલુકાના ખોરજ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.આ પ્રસંગે જીલ્લા સદસ્ય અજમલભાઈ બારડ તેમજ ખોરજ ગામના સરપંચ રામસંગભાઇ , મેડીકલ ઓફિસર ડો.રામલખન એન.બનેવાલ દ્વારા દીપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકાયો હતો.હેલ્થ ચેક અપ કેમ્પનો કુલ ૧૪૪ લાભાર્થીઓએ લાભ લીધો હતો.સાથે સાથે સગર્ભા માતા, વયોવૃદ્ધો તેમજ બાળકોનું ખાસ ચેક અપ કરાયું હતું. ગ્રામજનોએ કેમ્પના સુંદર આયોજનને આવકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...