તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:તાઉતેથી 13.21 લાખની ડાંગર પલળી ગઇ, સડી રહેલી 96 હજાર બોરીમાં જવારા પણ ઊગી ગયા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અનાજ એ હદે પલળી ગયું હતું કે, તે ઉગી નીકળ્યું હતું. - Divya Bhaskar
અનાજ એ હદે પલળી ગયું હતું કે, તે ઉગી નીકળ્યું હતું.

સાણંદ પાસે આવેલા ઇયાવા ગામ નજીક પુરવઠા વિભાગે ભાડાના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલી ડાંગરનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તાઉતે વાવાઝોડું આવતા ગોડાઉનના પતરાં ઉડી જતા સરકારી અનાજનો મોટો જથ્થો પાણીમાં પલડી જવા પામ્યો હતો.જેને લઈને લાખો રૂપિયાના સરકારી અનાજના જથ્થો દાંટ વળ્યો હતો.

સમગ્ર વિગતો એવી છે કે સાણંદ પુરવઠા વિભાગે 15 જાન્યુઆરીએ સાણંદ તાલુકાના ઇયાવા ગામ પાસે આવેલા શ્રી ભરખા સિન્થેટીક લિમીટેડ નામના ગોડાઉન મહીને 1.62 લાખના ખર્ચે ભાડેથી રાખ્યું હતું. જેમાં પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતો પાસેથી 31 જાન્યુઆરી સુધીમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી તે ડાંગરનો જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો આ સમયે ગોડાઉનમાં ડાંગરની 96 હજાર જેટલી બોરીઓ હતી. ગત 18 મે આજુબાજુ રાજ્ય સહીત સાણંદમાં આવેલા વાવાઝોડામાં આ સરકારી અનાજના ગોડાઉનના પતરાં ઉડી જતા ગોડાઉનમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. જેના કારણે ગોડાઉનમાં રહેલી નીચેના ભાગે ડાંગર બોરીઓ પલડી ગઈ હતી. અંદાજે 2000 કરતા વધુ સરકારી ડાંગરની બોરીઓ પલડી જવા પામી હતી. જેને લઈને અંદાજે 1321600 રૂપીયાના સરકારી અનાજનો જથ્થો તંત્રની ઘોર બેદરકારીના કારણે પલડી જતા નુકશાન થવા પામ્યું હતું. બીજી તરફ સુત્રોએ જણાવ્યું કે આ ઘટના બનતા હાલ તો સાણંદ પુરવઠા વિભાગના અધિકારીઓ સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અંત્રે નોંધપાત્ર છે કે વાવાઝોડું આવ્યાને દોઢ માસ જેટલો સમય થયો ત્યારે તંત્ર જાગ્યું અને ગોડાઉનમાં ડાંગરનો જથ્થો પલડી ગયો હોવાની જાણ થઇ તે એક પ્રશ્ન હાલ તો લોકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આગામી દિવસો સરકાર આ ઘટનાને લઇને જવાબદાર અધિકારી સામે કયારે પગલા ભરશે તે જોવું રહ્યું.

2 પતરા ઊડી જતાં પાણી પડ્યું હતું
સાણંદ પુરવઠા વિભાગના ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર રીંકલબેન દરજીએ જણાવ્યું કે તાઉતે વાવાઝોડા વખતે આ ગોડાઉનના 2 પતરા ઉડી જતા પાણી પડતા અંદાજે 2000 જેટલી ડાંગરની બોરીઓ પડલી ગઈ હતી. જેનું રૂ.1321600 નુકશાન થયું છે. ત્યારે ગોડાઉનમાં પતરાં નાખી દેવામાં આવ્યા હતા. હાલ માલ ખસેડવાની કામગીરી ચાલુ છે. આ ગોડાઉનમાં કુલ 96 હજાર બોરીઓ છે.> રીંકલબેન દરજી,ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર

અન્ય સમાચારો પણ છે...