તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:સાણંદ STની 20 રૂટની 120 ટ્રીપ રદ, અઠવાડિયામાં 7 લાખની ખોટ

સાણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાણંદથી હજારો કિલોમીટર દોડતી એસટી બસોના પૈડાં થંભી ગયાં

કોરોનાના વધતા કેસોને લઈને રાજ્યમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. વળી સાણંદ તાલુકામાં પણ કોરોના કેસો વધવા લાગ્યા છે અને તકેદારી ભાગરૂપે સાણંદ એસટી વિભાગ દ્વારા 20 રૂટો બંધ કરતા સાણંદ બસ સ્ટેશનમાં પેસેન્જરોને રઝળી પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં ફરી એક વખત કોરોના પોઝીટીવ કેસોમાં વધારો થયો છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી સાણંદ એસ.ટી વિભાગ દ્વારા એસટી બસોની 120 ટ્રીપોની અવરજવર ઉપર રોક લાગવી દીધી છે. સાણંદ એસ.ટી વિભાગ દ્વારા આંતરરાજ્યની સાણંદથી ઝાલોદ, ઉદયપુર તેમજ રાજ્યમાં સુરેન્દ્રનગર, કડી તેમજ રાત્રીની અમદાવદ –વાસવા,અમદાવાદ-સવલાણા, અમદાવાદ-નળસરોવર સહીતના રૂટોની બસોનો રૂટ રદ કરી નાખ્યા છે.

સાણંદ એસટી વિભાગ દ્વારા જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી દરરોજના સાણંદ એસ.ટીની અંદાજીત 20 જેટલા રૂટોની બસની કુલ 120 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી છે. હજારો કિ.મી દોડતી એસ.ટી બસોના પૈડા થંભી જતા એસ.ટી વિભાગને દરરોજ આશરે એક લાખ લેખે એક અઠવાડિયામાં અંદાજે 7 લાખની રૂપિયાની આવકમાં ખોટ પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો