તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગનું કારણ અકબંધ:સાણંદના ગોધાવી ગામે ડેકોરેશનના ગોડાઉનમાં આગ,ફાયરની 12 ગાડી ઘટનાસ્થળે દોડી ગઇ

સાણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોડાઉનમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે, અમદાવાદથી ફાયરને બોલાવાની ફરજ પડી હતી. - Divya Bhaskar
ગોડાઉનમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે, અમદાવાદથી ફાયરને બોલાવાની ફરજ પડી હતી.
  • આગના ધુમાડા 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં દેખાયા, બુધવારે મોડી રાતે આગ પર કાબૂ મેળવી શકાયો
  • ઘટનામાં જાનહાનિ ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો, આગ લાગવાનું કારણ અકબંધ

સાણંદના ગોધાવી ગામે ડેકોરેશનના ગોડાઉનમાં આગ ભભૂકી હતી જેને લઈને ગામમાં અફરાતફરી મચી હતી. જોકે કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બુધવારે બપોરે 3 કલાક આસપાસ સાણંદ તાલુકાના ગોધાવી ગામે આવેલા બાપાસીતારામ ડેકોરેશનના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી હતી. ગોડાઉનમાં આગ લાગતા ગામમાં અફરાતફરી થઈ હતી.

અને લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવી બનવાની જાણ ફાયર વિભાગને કરતા સાણંદ ફાયર બ્રિગેડના ધવલભાઈ પટેલ અને કમલભાઈ નાય ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. આગ વધુ ભીષણ થતા અમદાવાદ મ્યુ. ફાયર વિભાગની 12 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આગ ઉપર કાબુ મેળવા ભારે જહેમત ઉઠાવી હતી. આગના ધુમાડા 7 કિમી દુર સુધી દેખાવા લાગ્યા હતા. બીજી તરફ બોપલ, સાણંદ પોલીસ સ્ટાફ સહીત અમદાવાદના ફાયરના અધિકારો બનાવ સ્થળે પહોચ્યા હતા.

જો કે બુધવારે સમી સાંજ સુધી ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાના પ્રયત્નો ચાલુ હતા. મોડી રાતે આગ પર કાબૂ મેળવાયો હતો. સમગ્ર બનવામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...