આરોગ્ય કર્મી ખડેપગે:સાણંદમાં 15 દિવસમાં 10,000 લોકોએ બુસ્ટર ડોઝ લીધો

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ કેન્દ્ર પર 668 આરોગ્ય કર્મી ખડેપગે

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હવે રાજ્યમાં સરકાર દ્વારા ગત 15 જુલાઇ થી 18 થી 59 વર્ષના લોકોને બુસ્ટર ડોઝ નિ:શુલ્ક આપવાનું શરૂ કર્યું છે ત્યારે સાણંદ આરોગ્ય વિભાગે શહેર અને તાલુકામાં આરોગ્ય કર્મીઓ કોરોના સામે જંગ જીતવા લોકોને કોલ કરી બુસ્ટર ડોઝ આપવાની કામગીરી કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદમાં ગત 15 જુલાઇથી શહેર અને તાલુકાનાં અગલ અલગ સ્થળોએ નિ: શુલ્ક બુસ્ટર ડોઝ આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધર્યું છે. આ કામગીરી આગામી 2 મહિના સુધી ચાલુ રહેશે. આરોગ્ય કર્મીઓ લિસ્ટ મુજબ જે લોકો બુસ્ટર ડોઝ લેવામાં બાકી હસે તેવા લોકોને ફોનથી જાણ કરી બોલાવી ડોઝ આપી રહ્યા છે.

છેલ્લા 15 દિવસથી આ અભિયાનમાં 18 થી 59 વર્ષના આશરે 10 હજાર જેટલા લોકોએ બુસ્ટર ડોઝ નિ:શુલ્ક લીધા ત્યારે શુક્રવારે અધિક નિયામક ડૉ.નિલમ પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમાર, જિલ્લા રોગચાળા અધિકારી ડૉ.ચિંતન દેસાઈ, સાણંદ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. બી.કે. વાઘેલા સહિત આરોગ્ય કર્મીઓ શહેરના રાધે સ્કાયલાઈન ફ્લેટ ખાતે લોકોની મુલાકાત લીધી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અર્બન હેલ્થ સેન્ટર સાણંદના મેડીકલ ઓફીસર ડૉ.કલ્પેન્દ્રસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ રસીકરણનું આયોજન કરાયું હતું. બીજી તરફ સાણંદ અને તાલુકાના અલગ રસીકરણ કેન્દ્ર દ્વારા પર આશરે 668 આરોગ્ય કર્મીએ સતત ખડેપગે રહી 15 દિવસ કામગીરી કરી આશરે 10,000 લોકોને બુસ્ટર ડોઝ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...