સાણંદના ઉલારિયા ગામના પાટિયા પાસે M.D ડ્રગ્સનું વેચાણ કરતાં દરિયાપૂરના ઈસમને ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે પકડી લીધો હતો. જેની પાસેથી11.100 ગ્રામ કિ.રૂ.1.11 લાખનો એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યો હતો અને એક ઈસમને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
સૂત્રના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લામાં નશીલા પદાર્થો બદી સદંતર નેસ્ત નાબુદ માટે અને તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા માટે એસ.ઓ.જી. શાખાના પી.આઈ એન.એચ.સવસેટાને જરૂરી સુચના તથા માર્ગદર્શનને લઈને પો.કો સહદેવસિંહ કાળુભાને બાતમી કે, ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉલારીયા ગામના પાટીયા પાસે અમદાવાદ થી સાણંદ જવાના હાઇવે રોડ ઉપર એક ઇસમ નશાકારક માદક પદાર્થનો જથ્થો પોતાની સાથે લઇ રાત્રીના સમયે વેંચાણ કરવા આવનાર છે.
જેથી સોમવારે રાત્રે પોલીસે વોચ ગોઠવી સાકીર જમીલમીયા શેખ (રહે.દરીયાપુર અમદાવાદ)ને પકડી લઈ પ્રતિબંધિત મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ ૧૧.૧૦૦/-ગ્રામ કિ.રૂ. ૧,૧૧,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કાલુપુરનો સઉદખાન ફિરદોશખાન બલોચને પોલીસે વોન્ટેડ જાહેર કરી બન્ને વિરુદ્ધ ચાંગોદર પોલીસમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. નોંધપાત્ર છે કે થોડાક મહિનાઓ અગાઉ સાણંદ પાસેથી ખાનગી ટ્રાવેલ્સમાં પ્રતિબંધિત મેફેડ્રોન (એમ.ડી.) જઈને જતાં ૩ ઈસમ પકડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.