દારૂનો જથ્થો ઝડપાયો:ચેખલા ગામેથી દારૂની 273 બોટલો સાથે 1 યુવક ઝડપાયો

સાણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેખલા ગામેથી દારૂની 273 બોટલો સાથે 1 યુવક ઝડપાયો

સાણંદ તથા આસપાસમાં વિદેશી દારૂનો વેપલો વધ્યો હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે આવા સ્થળો અંગે તપાસ કરતા બાતમી આધારે સાણંદના ચેખલા ગામમાં મકાનમાં થી 273 વિદેશી દારૂની બોટલો સાથે 1 શખ્સને ઝડપી લઇ પોલીસે 2 શખ્સોના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાણંદ પોલીસને બાતમી મળતી હતી કે સાણંદ તાલુકાના ચેખલા ગામમાં રહેતો બલભદ્રસિંહ ચંદુભા વાઘેલા નામ નામનો યુવક પોતાના ઘરે વિદેશી દારૂનો વેપાર કરે છે અને હાલમાં વિદેશી દારૂનો જથ્થો તેના મકાનમાં પડેલ છે. જેથી પોલીસે ચેખલા ગામના લીમડાવાળા વાસ ખાતે બાતમી વાળા બે માળનું મકાનમાં સોમવારે રાત્રે 8:૩૦ કલાકે રેડ કરી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની 273 નંગ વિદેશી બોટલો જેની કિંમત 77,940 તેમજ એક મોબાઈલ મળી કુલ કિંમત રૂ.80,940નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી બલભદ્રસિંહ ઉર્ફે બલીયો ચંદુભા વાઘેલા (ઉં.21)ને ઝડપી લઈ લીધો હતો.

પોલીસે બલભદ્રસિંહ વાઘેલાની વિદેશી દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતાં કડી તાલુકાનાં કરણનગર ખાતે રહેતો જીતુજી ઠાકોર નામનો શખ્સ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવતા સાણંદ પોલીસે બલભદ્રસિંહ ઉર્ફે બલીયો ચંદુભા વાઘેલા અને જીતુજી ઠાકોર વિરુદ્ધમાં પ્રોહી એક્ટ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો જીતુજી ઠાકોર નામનો શખ્સ ફરાર છે જેને કાયદાના સાણસામાં લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...