કાર્યવાહી:શેલા નજીકથી દેશી દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝબ્બે

સાણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વોચ ગોઠવી એક્ટિવા સહિત રૂ. 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાણંદ તથા આસપાસમાં ઘણા સમયથી વાહનોમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરીનો વેપલો થતો હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે આવા સ્થળો અંગે તપાસ કરતા આધારે સાણંદના શેલા ગામ નજીકથી એકટીવામાં લઇ જવાતા 48 લીટર દેશી દારૂના જથ્થા સાથે શેલા ગામના શખ્સને પોલીસે ઝડપી લઇ રૂ.25960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બોપલ પોલીસને બાતમી મળે કે શેલા ગામથી ઓ સેવન ક્લબ રોડ ઉપર એક એકટીવા ઉપર ઇસમ દેશી દારૂની હેરફેર કરે છે.જેથી શુક્રવારે રાત્રે બોપલ પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળું એકટીવા આવતા તેને રોકી સબ્બીરહુશેન નબીભાઈ મોમીન (રહે.શેલા ગામ તા.સાણંદ)ને ઝડપી લીધો હતો.

પોલીસ તપાસમાં એકટીવાના આગળના ભાગે થેલામાં 48 લીટર દેશી દારૂ જેની કિંમત 960 તથા એકટીવા જે કિંમત 25 હજાર મળી કુલ રૂ.25960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બોપલ પોલીસે સબ્બીરહુશેન નબીભાઈ મોમીન વિરૂદ્ધમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સાણંદ આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂની પ્રવૃતિ ફુલફાલી રહી હોવાથી પોલીસે તેને નાબૂદ કરવા કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...