ધરપકડ:હીરાપુર નજીકથી દારૂના જથ્થા સાથે 1 શખસ ઝબ્બે

સાણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ જીઆઈડીસી પોલીસને બાતમી મળેલ કે એક ઈસમ સફેદ કલરની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને મખીયાવ ચોકડી જવાના રોડ ઉપર આવનાર હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા રણવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે.વટવા અમદાવાદ)ને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ગાડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ 60 નંગ બોટલો જેની રૂ.22,800 તથા મોબાઈલ (5000 કિંમત), ગાડી 2 લાખ મળી કુલ રૂ.2,27,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાણંદ જીઆઈડીસી પોલીસે રણવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ઈસમ વિરૂદ્ધમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...