અકસ્માત:સાણંદના કુંડલ પાસે કાર- બાઈક વચ્ચે અકસ્માતમાં1નું મોત

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળાથી સાણંદમાં લોનનો હપ્તો ભરવા 2 યુવક નીકળ્યા હતા

બાવળાથી સાણંદ લોનનો હપ્તો ભરવા બાઇક પર નીકળેલા બે યુવકોનો સાણંદના નળ સરોવર રોડ ઉપર આવેલ કુંડલ ગામ પાસે માતેલા સાંઢ માફક કાર રોંગ સાઈડમાં આવી બાઇક ચાલકને ટક્કર મારી હતી અને ઝાડ સાથે ધડાકા ભેર અથડાઇ હતી. જેમાં 20 વર્ષીય એક યુવકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું.

સુરેશભાઈ વિજાભાઈ ડાભી(કો.પટેલરહે.દેવથલગામ તા.બાવળા) અને તેમના ગામનો દિનેશભાઇ કાંતિભાઈ વાઘેલા બંને જણા દિનેશભાઈના બાઇકની લોનનો હપ્તો ભરવા સુરેશભાઈનું બાઇક લઈને સાણંદ નિકળ્યા હતા તે સમયે દિનેશભાઈ બાઇક ચલાવતા હતા અને કુંડલ ગામ નજીક શુક્રવારે બપોરે દોઢેક વાગ્યાના સુમારે સામેથી એક સફેદ કલરની કારના ચાલકે રોગ સાઈડમાં આવી બાઇકને સામેથી ધડાકા ભેર ટક્કર મારી હતી.જ્યારે કાર નજીકમાં આવેલ ઝાડ સાથે અથડાઇ હતી.

અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક દિનેશભાઈને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જેને લઈને ઘટના સ્થળ ઉપર મોત થયું હતું. જેને લઈને હાઇવે ઉપર લોકોના ટોળાં એકઠા થઈ જવા પામ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે 108 મારફતે સાણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને સુરેશભાઈ વિજાભાઈ ડાભીએ સાણંદ જીઆઈડીસી પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...