સાણંદ નળસરોવર રોડ, ડોળી ચોકડી ઉપર અજાણ્યા ડમ્પની ટક્કરના લીધે બાઈકચાલક યુવકને ઈજા પહોંચી હતી. જ્યારે બાઈક પાછળ બેઠેલી વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. તેને પડકવા માટે સાણંદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેને ગોકળ પૂરા નજીકથી પકડી કાર્યવાહી હાથ ધરી હતી.
શાહપુરના મોહનભાઈ ઉસ્માનભાઈ શમા(કાલીયા) અને અફઝલભાઈ અમીરાઈ જાખલિયા બાઈક પર શાહપુરથી અમદાવાદ જવા નીકળેલા ત્યારે ડોળી ચોકડી પાસે અકસ્માત થયો હતો અને જેમાં મોહસીનભાઈનું મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની તપાસ હાથ ધરી હતી. સાણંદ પીઆઈ આર. એ. જાદવે પોલીસની ટીમો બનાવી સીસીટીવી તેમજ હ્યુમન સોસિર્સની મદદથી હે.કો. જશવંતભાઈ મફતભાઈ, પો.કો વિપુલભાઇ જેશિંગભાઈ સહિતની ટીમે સાણંદના ગોકળ પૂરા પાસેથી ફરાર ડમ્પરચાલક હરીશ ઇન્દ્ર અર્જુન રોકત (હાલ રહે. ખો રજ મૂળ નીચલા મેવડા, રાજેસ્થાન)ને પકડી લઈ ડમ્પર જપ્ત કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.