• Gujarati News
  • National
  • Young Women Of Jain Community From Viramgam, Surendranagar Made 99 Journeys To Junagadh

ધાર્મિક:વિરમગામ, સુરેન્દ્રનગરની જૈન સમાજની યુવતીઓએ જૂનાગઢની 99 યાત્રા કરી

રામપુરાભંકોડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ યાત્રામાં ૩૦ દિવસ સુધી દરરોજ 6600 પગથિયાં ચડવાનાં અને ઉતરવાનાં હોય છે

વિરમગામ અને સુરેન્દ્રનગરની જૈન પરિવારની યુવતીઓએ જૂનાગઢની 99 યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ રહ્યું છે. યુગપ્રધાન આચાર્ય સંઘ પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને શુભ નિશ્રામાં હાડ થીજવી નાખે તેવી ઠંડીમાં જૈન સમાજના 300 યુવાન અને યુવતીઓ જૂનાગઢની 99 યાત્રામાં જોડાયા હતા.

99 યાત્રા એટલે જુનાગઢ તળેટીથી નેમિનાથ જિનાલયના ચાર હજાર પગથિયા ચડીને જિનાલય પહોંચ્યા પછી 108 વખત જિનાલયની પ્રદક્ષિણા, સહ સાવનના 1800 પગથિયા ઉતરવાના, ત્યારબાદ નેમિનાથ ભગવાનની દીક્ષા કલ્યાણક ભૂમિ પર ચૈત્યવંદન સહિતની ધાર્મિક વિધિ કરવાની સાથે યાત્રા દરમિયાન વિના ચંપલ ચાલવાનું અન્ન પાણીનો ત્યાગ કરવાનો હોય છે. ૩૦ દિવસ સુધી દરરોજ 6600 પગથિયા ચડવાના અને ઉતરવાના હોય છે.

તળેટીમાં ઉતર્યા બાદ ઉકાળેલું પાણી અને એકાસણું કરવાનું હોય છે જેને 99 યાત્રા કહેવાય છે. આવી કઠિન યાત્રામાં વિરમગામ જૈન પરિવારની 21 વર્ષીય હેતવી સંજય કુમાર અને સુરેન્દ્રનગર જૈન પરિવારની 24 વર્ષીય કોઠારી દેવાશ્રી વિજય કુમાર બંને યુવતીઓએ જુનાગઢ ગીરનારની 36 દિવસની 108 યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાથ્યું છે. વિરમગામ અને સુરેન્દ્રનગર જૈન સમાજ ગૌરવની સાથે આનંદની લાગણી અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...