તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિઠલાપુર ચોકડીએ શક્તિ આર્કેડમાં મસાજ પાર્લરની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

રામપુરાભંકોડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરપ્રાંતીય 3 યુવતી સહિત 6ની પોલીસે ધરપકડ કરી
  • જ્યારે મસાજ પાર્લરના સંચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં
  • મીઝોરમ સહિતના રાજ્યમાંથી યુવતીઓને બોલાવાઇ હતી

વિઠલાપુર પોલીસની ટીમે ચોકડી પર આવેલા શક્તિ આર્કેડમાં છાપો મારી મસાજ પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડયું હતું. પરપ્રાંતીય ત્રણ યુવતીઓ સાથે ત્રણની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે મસાજ પાર્લરનો સંચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વિઠલાપુર પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વિઠલાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એમ. પ્રિયદર્શી ને ખાનગી રાહે બાતમી મળી હતી કે વિઠલાપુર ચોકડી પાસે આવેલા શક્તિ આર્કેડ શોપિંગમાં બ્લુ સેવન થાઈ સ્પા સેન્ટરમાં બહારના રાજયોમાંથી યુવતીઓને લાવીને મસાજ પાર્લરની આડમાં દેહવિક્રયની અનૈતિક પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે.

વિઠલાપુર પોલીસ સ્ટેશનના કે.એમ. પ્રિયદર્શી.પી.આઈ,. આર. એમ. દેસાઈ પી.એસ.આઇ,મહિલા પોલીસ સહિતની પોલીસ ટીમ સાથે ખાનગી વાહન લઈને બાતમી વાળી જગ્યાએ પહોંચ્યા હતા. ડમી ગ્રાહક તરીકે અ. લો. ર. અને અન્ય એક વ્યક્તિ ને સ્પા સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. રૂ.2000માં યુવતી નક્કી કરી યુવતી સાથે રૂમમાં ગયા હતા. ત્યારબાદ ફોન પર પોલીસ ટીમને સમય સુચકતા વાપરી સઘળી હકીકત ડમી ગ્રાહક લોક રક્ષકે પી.આઈ.ને જણાવી હતી. ત્યાર બાદ પોલીસની ટીમે મસાજ પાલર પર છાપો માર્યો હતો. સ્પાના મેનેજર અને બે રૂમમાંથી યુવતી સાથે મળેલા બે ગ્રાહકોને પોલીસે ઝબ્બે કર્યા હતા.

મેનેજરની વધુ પૂછપરછ કરતા સ્પા સેન્ટર તુષાર પટેલ રહે, કડી ચલાવતો હતો અને મેનેજરને પગાર પેટે રૂપિયા 12000 આપતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચિન્ટુ કુમાર ભગવાન યાદવ ગ્રાહક (રહે,. વિઠલાપુર), અશોકકુમાર સંદિપસિંહ યાદવ દ્રવકુમાર ઉત્તમ જોય સ્પા સેન્ટરનો મેનેજર રહે વિઠલાપુરને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે મસાજ પાર્લર નો સંચાલક તુષાર પટેલ રહે કડી હાજર મળી આવ્યો ન હતો જેને પકડવા વિઠલાપુર પોલીસે તજવીજ હાથ ધરી છે.

સ્પા સેન્ટર અને મેનેજર, ગ્રાહક પાસેથી પોલીસે મોબાઈલ રોકડ ચેકબુક સહિત રૂપિયા 6 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગેની વધુ તપાસ વિઠલાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. એમ. પ્રિયદર્શી કરી રહ્યા છે. બહારના રાજયોમાંથી યુવતીઓ લાવવામાં આવતી હતી: એક ત્રિપુરા અને બે મિઝોરમ રાજ્યની યુવતીઓને મસાજ પાર્લરના સંચાલકો દ્વારા રોજના 400 રૂપિયા લેખે સ્પા અને મસાજનું કામકાજ કરાવતા હોવાનું યુવતીઓએ પંચોની સાક્ષીમાં પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...