સુવિધા:વિઠલાપુર અને વિંછણ માર્ગની કાયાપલટ થશે

રામપુરાભંકોડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 208 લાખના ખર્ચે માર્ગ તૈયાર થશે

માંડલ તાલુકા ના વિઠલાપુર થી વિંછણ તરફ જતો રોડ (હોન્ડા શોરૂમ) સુધીનો 3.50 કિલોમીટરનો માર્ગ રૂપિયા 208 લાખના ખર્ચે તૈયાર થશે. વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિતની માંગણીને ધ્યાનમાં લઇ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર સહિત વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા માંડલ તાલુકાના વિઠલાપુરથી વિછંણ તરફ રોડ 3.50 કિલોમીટરનો માર્ગ રૂ.208 લાખના ખર્ચે તૈયાર થશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર થી વિંછણ રોડે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજુર થયો છે.

માર્ગનુંજોબ આપવા સહિતની બાબતો આગળની પ્રક્રિયા હાથ ધરવા કાર્યપાલક ઇજનેર જે સુચના આપવામાં આવી છે. અંગેની જાણ વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત અગ્રણીઓને માર્ગ અને મકાન સહિત વિભાગના મંત્રી દ્વારા માર્ગ મંજૂર કર્યાની જાણ પત્ર દ્વારા કરવામાં આવી છે. ગામોના રસ્તાઓને હાઇવે જેવા બનાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે.જેના ભાગરૂપે વિઠ્ઠલાપુરથીવિંછણ જતો માર્ગ કરોડોના ખર્ચે નવીન બનશે જેનો સીધો લાભ નાગરિકોને થશે.

અન્ય સમાચારો પણ છે...