ચરણ પાદુકા ની પ્રતિષ્ઠા:છનિયાર ગામે વિરમજી રાજાવત સોલંકીની પાદુકાની પ્રતિષ્ઠા કરાઇ

રામપુરાભંકોડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાર્યક્રમમાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. - Divya Bhaskar
કાર્યક્રમમાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.
  • લુણાવાડા સ્ટેટના મહારાજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા

ચુંવાળ પંથકના છનીયાર માં વિરમજી રાજાવત સોલંકીની છતરડી મા ચરણ પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચરણ પાદુકા મહોત્સવમાં ચુંવાળ 16 રાજાવત સોલંકી ગિરસદાર પરિવાર તથા મુખ્ય અતિથિ લુણાવાડા સ્ટેટના 44 મહારાણા સિદ્ધરાજસિંહજી સોલંકી બાવજી કાલરી ગઢ ઠાકોર સાહેબ મયુરધ્વજ સિંહજી સોલંકી, સંતો મહંતો સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

છનીયારના પ્રથમ રાજવી કાનજી સોલંકી ના દ્વિતીય કુંવર વિરમજી રાજા વત સોલંકી જેઓ 12 ગામનો કપાલગરાસ લઈને છનીયાર આવ્યા હતા. તેઓની છતરડી કીર્તિમંદિર છનીયાર, ઉકરડી, ભગાપુરા, વાસણા ચાર તાલુકદાર પરિવાર દ્વારા બનાવવામાં આવી છે. ચરણ પાદુકા ની પ્રતિષ્ઠા ચાર ગામો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...