તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દેત્રોજ તાલુકામાં રસી મહાઅભિયાનના 8 દિ’માં રસીનો સ્ટોક ખૂટ્યો, લોકો રસી વિના પરત ફર્યાં

રામપુરાભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસીના અભાવે આરોગ્ય કેન્દ્ર ખાલીખમ બન્યા છે. - Divya Bhaskar
રસીના અભાવે આરોગ્ય કેન્દ્ર ખાલીખમ બન્યા છે.
  • આગળથી રસીનો સ્ટોક આવ્યો નથી, રસીનો સ્ટોક આવ્યા બાદ લોકોને રસી અપાશે, દેત્રોજ તાલુકામાં 25 હજાર લોકોને રસી અપાઇ : તાલુકા આરોગ્ય અધિકારી

દેત્રોજ તાલુકામાં સોમવારના રોજ રસી કેન્દ્ર ઉપર કોરોનાની વેક્સિન સ્ટોક ખૂટી પડતા લોકોને રસી લીધા વિના પરત ફરવું પડયું હતું. તારીખ 21 મી જૂનથી કોરોના વેક્સિન મહાઅભિયાનનો પ્રારંભ થયો હતો. અભિયાન અંતર્ગત દેત્રોજ તાલુકાના કેન્દ્રો પરથી અનેક લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. માત્ર 8 દિવસમાં જ કોરોનાની રસી ખૂટી પડતા મહાઅભિયાનનો ફિયાસ્કો થયો છે.

રામપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સોમવારના રોજ સવારના સમયે કેટલાક લોકો કોરોનાની રસી લેવા માટે ગયા હતા. પરંતુ કોરોના ની વેક્સિન નો સ્ટોક ખૂટી પડતા કેન્દ્ર પરથી રસી આપવાની ના પાડવામાં આવી હતી. સ્થળ પર જ કોરોનાની રજીસ્ટ્રેશન સાથે રસી આપવાની જાહેરાતથી રસી લેવા આવતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ રસી કેન્દ્ર ઉપર વેક્સિનનો સ્ટોક ખૂટી પડતા લોકો રસી લીધા વગર પરત ફરી રહ્યા છે. વેક્સિનના સ્ટોક બાબતે દેત્રોજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સરદ પાલીવાલનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉપરથી કોરોનાની વેક્સિનનો સ્ટોક આવ્યો નથી. જેના કારણે દેત્રોજ તાલુકાના કોરોનાની રસી કેન્દ્ર પર થી રસી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. ઉપરથી કોરોના ની રસીનો સ્ટોક આવ્યા બાદ કોરોના ની રસી લોકોને આપવામાં આવશે. અત્યાર સુધી દેત્રોજ તાલુકામાં 25 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...