ઉજવણી:ચુંવાળ પંથકમાં તુલસી વિવાહની ઉજવણી: ધાર્મિક કાર્યક્રમો યોજાયા

રામપુરાભંકોડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોરજી અને તુલસીના પરિણય સાથે શુભ કાર્યોને છેલ્લા 4 માસથી લાગેલી બ્રેક દૂર થશે અને શુભ કાર્ય આરંભાશે

કારતક સુદ- અગિયારસને રવિવાર ના રોજ દેવ ઉઠી એકાદશીના પર્વ ચુંવાળ પંથકમાં ઠેરઠેર ઠાકોરજી સાથે તુલસીજીના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરજી અને તુલસીજીના પરિણય સાથે શુભ કાર્યો છેલ્લા ચાર માસથી લાગેલી બ્રેક દૂર થશે. દેવ ઉઠી એકાદશી પર્વ નિમિત્તે ચુંવાળ પંથકમાં ઠેર-ઠેર તુલસી વૃંદા અને ઠાકોરજીના લગ્ન ઉત્સવ ની ઉજવણી નો પ્રારંભ થયો હતો. ઠાકોરજી ની જાન તુલસી- વૃંદાને માંડવે લગ્ન ગીતો હસ્ત મેળાપ જાન વિદાય સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ચુંવાળ પંથકના બામરોલી માં ઝાલા રાજપુત ગોપી મહિલા મંડળ દ્વારા પ્રથમવાર તુલસી વિવાહ નો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામ, હર્ષાબેન રાવલ મામલતદાર દેત્રોજ, સહિત શ્રદ્ધાળુઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ભોજન પ્રસાદ ના દાતાનો લાભ સ્વ શણગારબા લક્ષ્મણજી ઝાલા પરિવારે લીધો હતો. ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. જૂની પરંપરા મુજબ ઘરે તુલસીના ક્યારામાં શેરડીનો સાંઠો મૂકી વિધિવત રીતે તુલસી વિવાહની ઉજવણી કરી હતી. કારતક સુદ એકાદશીના રોજ ચાતુર્માસ પૂર્ણ થયા બાદ અનેક માંગલિક કાર્યક્રમો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...