તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહીની માંગ:ડાંગરવા પાસેની મુખ્ય કેનાલ પર 7 દિવસથી વૃક્ષોનું છેદન

રામપુરા(ભંકોડા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડાં ટ્રેક્ટરમાં ભરી ક્યાં લઈ જવામાં આવી રહ્યાં છે તેમજ વૃક્ષ છેદન બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામા આવે તેવી માંગ

ચુંવાળ પંથકના ડાંગરવા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની પાળ પર આવેલા વૃક્ષોનું મોટા પાયે છેદન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. રાજકીય સામાજિક અને પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાઇ છે. યોગ્ય તપાસ કરી વૃક્ષોનું છેદન કરતા લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

રાજ્યમાં પર્યાવરણ પ્રેમી સહિત અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહી છે. ચૂવાળ ડાંગરવાની પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ પરની પાળ ઉપર આવેલા બાવળ સહિતના અનેક વૃક્ષોનું છેલ્લા 7 દિવસથી છેદન કરવામાં આવી રહ્યું છે. ચુંવાળ ડાંગરવાના રાજકીય-સામાજિક અને પર્યાવરણ પ્રેમીઓએ સ્થળની મુલાકાત લીધી હતી.

વૃક્ષોનો નિકંદન કોના કહેવાથી થઈ રહ્યું છે. સહિતના સવાલો ઉભા થયા છે. વૃક્ષોનું છેદન કરી લાકડાઓ ટ્રેક્ટરમાં ભરી ક્યા લઈ જવામાં આવી રહ્યા છે તેમજ વૃક્ષોના છેદન બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...