તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇકલનો સહારો:આજે સાઇકલ એ પરિવહનની સૌથી સસ્તી રીત: ધારાસભ્ય

રામપુરાભંકોડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં લોકો યોગ અને સાઇકલનો સહારો લેવા લાગ્યા છે

વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે વિસ્તારની પ્રજાને સાઇકલ દિવસની શુભેચ્છા આપતા ગુરૂવારના રોજ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વિરમગામ ધારાસભ્યે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી બાદ લોકો યોગ અને કસરત તરફ વળ્યા છે. સાઇકલ ચલાવવુ એ કસરતના ભાગરૂપ હોઇ લોકો સાઇકલ તરફ પણ વળ્યા છે.

ગુરૂવારના રોજ વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારના લોકોને સાઇકલ દિવસની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે સાઇકલ એ પરિવહનના સૌથી સસ્તા રિત છે. ઇકો ફ્રેન્ડલી અને સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ માનવ જાતની શરૂઆતની આકર્ષક શોધ છે. જેને સદીઓથી ઉપયોગમાં લેવાય છે. વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે ઓછા અંતરની યાત્રા સાઇકલ થકી કરવા લોકોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...