ભાસ્કર વિશેષ:શનિવારથી ઉઘરોજ માણિભદ્ર વીર તીર્થમાં બે દિવસીય માંગલિક પ્રસંગોનો પ્રારંભ થશે

રામપુરાભંકોડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધચક્ર-માણિભદ્ર વીર મહાપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે+
  • ​​​​​​​૧૦મી ઓક્ટોબરના રોજ મહોત્સવની પૂર્ણાહુતિ થશે

ચુવાળ પંથકની વિરલ વસુંધરાના અતિપ્રાચીન ઉઘરોજ માણિભદ્રવીર તીર્થમાં નવમી ઓક્ટોબર ને શનિવારથી બે દિવસીય મહોત્સવનો પ્રારંભ થશે. તારીખ ૧૦મી ઓક્ટોબરના રોજ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. પરમ પૂજ્ય માલવ ભૂષણ આચાર્ય દેવ નવરત્ન સાગર સુરી શ્વરજી મસાના આશીર્વાદથી નિર્માણ પામેલા ચુવાળ પંથક ની વિરલ વસુંધરાના અતિપ્રાચીન મણિભદ્ર વીર તીર્થમાં તા.09/10/2021 ને શનિવારના રોજથી મહોત્સવનો પ્રારંભ થશે.

વહેલી સવારે સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, નવકારસી વિવિધ ઉદ્ઘાટન તથા સત્કાર સમારંભ બપોરના 12:39 કલાકે સિધ્ધચક્ર મહાપૂજન અને સાંજે સંધ્યા ભક્તિ અને કુમારપાળ મહારાજા ની આરતી યોજાશે. 10 ઓક્ટોબરે રવિવારના રોજ વહેલી સવારે અષ્ટ પ્રકારની પૂજા, કુંભ સ્થાપન, અખંડ દિપક સ્થાપન, પ્રભુજીને અષ્ટ પ્રકારની પૂજા, યક્ષરાજ શ્રી મણિભદ્રવીર વિશિષ્ટ મહાપૂજન, માણિભદ્ર વીર દેવ કુલી કાના ધ્વજારોહણ ચઢાવવાની બોલી, સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તીર્થના ટ્રસ્ટીઓને કર્મચારીઓ દ્વારા બે દિવસીય મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...