તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન શરૂ:કટોસણરોડ વેપારી મંડળ દ્વારા ટ્રેનનું સ્વાગત કરાયું

રામપુરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને કારણે 1 વર્ષથી બંધ વિરમગામ- મહેસાણા પેસેન્જર ટ્રેન શરૂ

કોરોના વાયરસની મહામારીને લઈને એક વર્ષ કરતા વધુ સમયથી બંધ કરવામાં આવેલી વિરમગામ- મહેસાણા પેસેન્જર ટ્રેન શુક્રવારના રોજથી શરૂ કરવામાં આવી છે. પેસેન્જર ટ્રેન કટોસણ રોડ આવી પહોંચતા કટોસણરોડ વેપારી મંડળ સહિત અગ્રણીઓએ રેલવે એન્જિન ને ફુલ હાર પહેરાવી પેસેન્જર ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડ સહિત રેલવે કર્મચારીઓન મીઠું કરાવી સ્વાગત સન્માન કર્યું હતું.

કટોસણરોડ વેપારી મંડળના ચંદ્રકાંતભાઈ શાહ મામા, મણિલાલ પ્રજાપતિ કાપડિયા, વિષ્ણુભાઈ, ઉદયસિંહ સોલંકી, રાજુભા સોલંકી, દિનેશભાઈ શર્મા, અશોકભાઈ ગુપ્તા, જયંતીલાલ ગુપ્તા, ઈશ્વર ભાઈ દેસાઈ. સહિત અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...