તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય જોખમમાં:વિરમગામમાં શાળાની બાજુમાં આવેલી ગટર મુદ્દે પાલિકામાં રજૂઆત કરાઈ

રામપુરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામના ગોલવાડી દરવાજા પાસે કે.બી શાહ વિનય મંદિર શાળા આવેલી છે. શાળાની બાજુમાં ગટરના ગંદા પાણીના નિકાલ માટેની ગટર છે. જમાં નગરપાલિકા દ્વારા દુર્ગંધ યુક્ત ગંદા પાણીના ટેન્કરો ગટરમાં ઠાલવવામાં આવી રહ્યા છે.

શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં મુકાય નહીં તે માટે ગટરની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેમજ ગટરના ગંદા પાણી નાખવાનું બંધ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત શાળાના આચાર્ય અલ્કેશભાઇ દવે દ્વારા વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી કલેકટર પ્રાંત અધિકારી સહિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...