તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:રામપુરા(ભંકોડા)ની પાંજરાપોળને સરકારે 1.54 કરોડની સહાય ચૂકવી

રામપુરાભંકોડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્યૂબવેલ, પાઇપલાઇન અને સોલર પ્લાન્ટ સહિતની સુવિધા પાછળ ખર્ચ કરાયો, કાચી જગ્યા પર પ્લાસ્ટર થશે

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પાંજરાપોળ ગૌશાળા સહિતની સંસ્થાઓને સો કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે. પાંજરાપોળ અને ગૌશાળાના અબોલ પશુઓને ઘાસચારા પાણી સહિતની સુવિધા મળતી થઇ છે. સમસ્ત મહાજનના પ્રમુખ ગીરીશભાઈ શાહ સહિત જીવદયા પ્રેમીઓની લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા રાજ્યની પાંજરાપોળ અને ગૌ શાળાઓમાં આશ્રય લેતાં પશુઓને ઘાસચારા પાણી સહિતની વિવિધ સુવિધાઓ મળતી થાય તેવા હેતુસર થી રાજ્ય સરકાર દ્વારા સો કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે.

રામપુરાભંકોડાની પાંજરાપોળ માં નવું ટ્યુબવેલ સોલર પ્લાન્ટ પાણીની પાઈપલાઈન અને પશુઓની વિવિધ સુવિધાઓ માટે રૂપિયા એક કરોડ 54 લાખની સહાય ચુકવવામાં આવી છે. સોલર પ્લાન્ટ પાણીની પાઈપલાઈન અને ટ્યુબવેલ ના પાણી થી પાંજરાપોળની જમીન માં વધુ ઘાસચારો ઉગવા માં આવશે જેથી પશુઓને ઘાસચારો મળતો થશે. ચોમાસાના સમયમાં ભારે વરસાદને કારણે કેટલીકવાર પશુઓ ગારા કીચડમાં ફસાઈ જતા હોય મોતને ભેટતા હતા.

તેવી કાચી જગ્યા પર સિમેન્ટ થી પાકું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. પાંજરાપોળના ટ્રસ્ટીગણ ચીનુભાઇ શાહ, પ્રવીણભાઈ મહેતા, હસમુખભાઈ શાહ, ડી. કે. શાહ અમુભા ગોહિલ મેનેજર પાંજરાપોળ સહીત જીવદયાપ્રેમીઓએ રાજ્ય સરકારનો સહાય બદલ આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો