તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યુષણ પર્વની ઉજવણી:ઉઘરોજ માણિભદ્રવીર તીર્થમાં પર્યુષણ પર્વની ઉજવણી થશે

રામપુરાભંકોડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાધુ મસા, સાધ્વી મ.સા.ની નિશ્રામાં

ઉઘરોજ માણિભદ્રવીર જૈન તીર્થમાં પ્રથમવાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના થશે. સાધુ મ.સા. અને સાધ્વી મ.સા. ની શુભ નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ચુવાળ પંથક ની વિરલ વસુંધરા ઉઘરોજ માણિભદ્ર વીર જૈન તીર્થના ટ્રસ્ટીઓ દ્વારા આરાધકો આઠ દિવસ ની ખૂબ જ ઉત્તમ આરાધના કરી શકે તેવા હેતુસર થી પ્રથમવાર મહા મંગલકારી પર્યુષણ પર્વની આરાધના થશે.

પંન્યાસપ્રવર પ.પુ. ધર્મ ઘોષ વિજયજી મસા, પ.પુ. મુનિરાજ કીર્તિ ધર્મ વિજયજી મસા, પ.પુ. મુનિરાજ મહા શાલ વિજયજી મ.સા અને પૂ.સાધ્વી જિનેન્દ્ર પ્રભા શ્રીજી મસા, પૂ. સાધ્વી પૂર્ણાધર્મા શ્રીજી મ.સા. ની શુભ નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસની ઉત્તમ આરાધના થશે. તીર્થમાં આરાધના કરવા માટે એક આરાધક નો રૂ.5000 નકરો રાખવામાં આવ્યો છે.

મર્યાદિત આરાધકો લેવાના હોય વહેલા તે પહેલા ના ધોરણે તીર્થ નો સંપર્ક કરવા લાગ્યા જેમાં જણાવ્યું છે. પર્યુષણ પર્વની આરાધના દરમિયાન એકાસણું, બિયાસણું, ચૌવિહાર, આયંબિલ પૌષધ સહિત ની આરાધના ની ઉત્તમ સગવડ પ્રાપ્ત થશે. પર્યુષણ પર્વ દરમિયાન સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાન, કલ્પસૂત્ર નો વરઘોડો, સહિતના માંગલિક કાર્યક્રમો યોજાશે, ઉત્તર પારણા તા.02/09ને સાંજે 4:00 કલાકે અને પારણા તા.11/09 સવારે 7 :45 કલાકે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...