તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ચુંવાળના રૂદાતલ ગણપતિ મંદિરે વૈશાખ સુદ ચોથનો મેળો મોકૂફ

રામપુરાભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકેટ ગતિએ વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા નિર્ણય કરાયો

ચુંવાળ પંથકના રૂદાતલ ગામે આવેલા પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરે વૈશાખ સુદ ચોથ ને તારીખ.15/5/2021 ને શનિવાર ના રોજ લોક મેળો સહિતના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોકેટ ગતિએ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે પોલીસ આરોગ્ય સહિતનું તંત્ર મહેનત કરી રહ્યું છે. રૂદાતલ ગામે આવેલા પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરે વૈશાખ સુદ ચોથના રોજ જૂની પરંપરા મુજબ યોજાતો લોક મેળો સહિતના ધાર્મિક કાર્યક્રમો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મોકૂફ રાખવામાં આવ્યા છે. શનિવારના રોજ લોક મેળો દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો કોરોનાવાયરસની મહામારીને લઈને મોકુફ રાખવાનો નિર્ણય ગણપતિ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...