દેત્રોજ તાલુકાના છનીયાર ગામની ભીડમાં જમીનમાં દાટેલી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ ગામના સરપંચ દ્વારા દેત્રોજ પોલીસને કરાતા દેત્રોજ પોલીસ સ્ટેશનના દેત્રોજ પોલીસ સ્ટેશનના બી. એચ. ઝાલા પીએસઆઇ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
હર્ષિદાબેન રાવલ મામલતદાર, નાયબ મામલતદાર કે સી સોલંકી, સરકારી ડોક્ટર અર્પિત પટેલ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં વીડિયોગ્રાફી સાથે મહિલાની લાશ જમીનમાંથી બહાર કાઢવામાં આવી હતી. લાશનું પીએમ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં કરાવી વધુ તપાસ દેત્રોજ પોલીસે હાથ ધરી છે. ઘરેથી જ મૃત મહિલાની લાશને લાવી જમીનમાં દાટી હોવાની ચર્ચાઈ રહ્યું છે. હત્યાનું રહસ્ય હાલ અકબંધ છે પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.