તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કલોલમાં દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપાયો

રામપુરાભંકોડા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
 • અમદાવાદ ગ્રામ્ય SOGએ ઝડપ્યો

ગાંધીનગર જિલ્લાના કલોલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસઓજીની ટીમે દેકાવાડા ગામના બસસ્ટેન્ડ પાસેથી દબોચી લીધો હતો. વિરમગામ સહિતની પોલીસ ટીમ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઆચરનારા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી. ટીમના ડી.એન.પટેલ પી.આઈ સહિતની ટીમ દેત્રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેજદિપસિંહ અહેકોને એક ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કલોલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી નીકુભા કાળુભાઈ સોલંકી દેકાવાડા બસ સ્ટેન્ડ પાસે આવ્યો છે.

બાતમીને આધારે એસઓજીની ટીમે વોચમાં ગોઠવાઈ આરોપી નીકુભા કાળુભા સોલંકીને દેકાવાડા બસસ્ટેન્ડ પાસેથી દબોચી લીધો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી ટીમના એમ. જી. પરમાર પી.એસ.આઇ એન. એલ. દેસાઈ પી.એસ.આઇ, તે જ દિપસિંહ, શક્તિસિંહ, ઓ હે.કો હર્ષદભાઈ, રાજેન્દ્રસિંહ, ત્રિલોક કુમાર, પોલીસ કોન્સ્ટેબલ સહિતની ટીમ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો