તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કલોલ તાલુકા પોલીસનો ફરાર આરોપી ઝડપાયો

રામપુરાભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ ચાર રસ્તા પાસેથી ઝડપ્યો

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં સંડોવાયેલો નાસ્તો ફરતો આરોપીને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસઓજીની ટીમે દેત્રોજ ચાર રસ્તા પાસેથી દબોચી લીધો હતો.

જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસઓજીની ટીમને સુચના આપવામાં આવી હતી. સુચના ને ધ્યાનમાં લઇ ડી.એન.પટેલ પી.આઈ એસ.ઓ.જી ના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસ.ઓ.જી ટીમના ગણેશભાઈ હેડ કો સહિતની ટીમને બાતમી મળી હતી કે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી સંજય સિંહ ભીખુભા ઝાલા રહે. કટોસણ તાલુકો જોટાણા જિલ્લો મહેસાણા દેત્રોજ ચાર રસ્તા પાસે આવનાર છે. બાતમીને આધારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસઓજીની ટીમ દેત્રોજ ચાર રસ્તા પાસે વોચમાં ગોઠવાઈ હતી. આરોપી ને કોર્ડન કરી સ્થળ પર થી દબોચી લઇ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...