તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કુકવાવ ગામના પાટિયા પાસેથી ગાંજો ભરેલી કાર સાથે SOGની ટીમે 2 આરોપીને ઝડપ્યા

રામપુરાભંકોડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
SOGની ટીમે દેત્રોજ કડી માર્ગ પરના કુકવાવ ગામના પાટિયા પાસેથી ગાંજો ભરેલી મારુતિ કાર સાથે 2ને ઝડપ્યા. - Divya Bhaskar
SOGની ટીમે દેત્રોજ કડી માર્ગ પરના કુકવાવ ગામના પાટિયા પાસેથી ગાંજો ભરેલી મારુતિ કાર સાથે 2ને ઝડપ્યા.

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસઓજીની ટીમે દેત્રોજ કડી માર્ગ પરના કુકવાવ ગામના પાટિયા પાસેથી ગાંજો ભરેલી મારુતિ કાર સાથે બે આરોપીને ઝડપી લીધા હતા.

નવ કિલોગ્રામથી વધુ ગાંજો જેની બજાર કિંમત રૂ.90,820 અને મારુતિ કાર, મોબાઈલ નંગ - 2, રોકડ રકમ સાથે કુલ રૂ.7,98,520નો મુદ્દામાલ પોલીસે કબજે કરી બંને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. પકડાયેલા બે આરોપી પૈકી મહિલા આરોપીની 2020માં મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ ના ગુનામાં ધરપકડ થઈ હતી. અમદાવાદ જિલ્લામાં નશીલા પદાર્થોની બદી નેસ્ત નાબુદ થાય, તેની હેરાફેરી અટકાવવા, અને નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા વી. ચન્દ્રશેખર (રેન્જ IG અમદાવાદ) વિરેન્દ્રસિંહ યાદવ(અમદાવાદ જિ. પો.અધિક્ષક)ની સંયુક્ત સૂચનાને ધ્યાનમાં લઇ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. એસઓજીની ટીમ દેત્રોજ ના કુકવાવ પાટીયા પાસે વાહન ચેકિંગમાં હતી.

તે દરમિયાન કારને ઉભી રખાવીને તપાસ કરતા કારમાંથી ગાંજાના 2 પેકેટ મળ્યા હતા. કાર સાથે 2 આરોપીઓને એનડીપીએસના ગુના મુજબ પકડી પાડી 2 આરોપી વિરુદ્ધ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. પકડાયેલા આરોપીઓમાં જીગ્નેશભાઈ ચંદુભાઈ વાઘેલા, (રહે. મેઘાણીનગર અમદાવાદ), 1 મહિલા આરોપી (રહે.મેઘાણીનગર અમદાવાદ) અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં મહેસાણા જિલ્લાના બાવળા પોલીસ સ્ટેશનમાં આ મહિલા આરોપીની એન.ડી.પી.એસના ગુનામાં ધરપકડ થઈ હતી.

આરોપીઓ પાસેથી પકડાયેલા મુદ્દામાલમાં ગાંજો 9.082, કિલોગ્રામ જેની બજાર કિંમત રૂ.90,820, રોકડ રૂ.5700, કાર, રૂ.7,00,000, અને મોબાઈલ નંગ -2, રૂ. 2000 સાથે કુલ રૂ.7,98,520નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ટીમના ડી.એન.પટેલ પોલીસ ઇસ્પેક્ટર, તેજદિપસિંહ, પ્રદીપસિંહ, કુલદીપસિંહ, શક્તિસિંહ, અ. હેડ કોન્સ્ટેબલ અને ત્રિલોક કુમાર, રાજેન્દ્રસિંહ, હર્ષદભાઇ, પો ડ્રા. વિજયભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સાથે દેત્રોજ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતુ કુમારી સહિતની ટીમ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...